ACB એ રૂ. 1,00,000 ની લાંચનો પર્દાફાશ કર્યો, આવી રીતે સુરતમાં ASI અને વચેટિયાને ઝડપી પાડ્યાં

06:12 PM Aug 29, 2024 | gujaratpost

સુરતઃ એસીબીએ આજે એક જ દિવસમાં ત્રણ જુદી જુદી ટ્રેપ કરીને લાંચિયાઓને ઝડપી લીધા છે, ભરૂચ, મોડાસા બાદ હવે સુરતમાં પણ ટ્રેપ થઇ છે, ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ શહેર ટ્રાફિક વિભાગના એએસઆઇ વિજય ચૌધરી અને વચેટિયા સંજય પાટીલને 1 લાખ રૂપિયાની લાંચના કેસમાં ઝડપી પાડ્યાં છે.

એસીબીના ટોલ ફ્રી નંબર પર એક વ્યક્તિએ કોલ કર્યો હતો અને ટ્રાફિક પોલીસ દ્વારા ખોટી હેરાનગતિ કરાતી હોવાની માહિતી આપવામાં આવી હતી. અહી ટેમ્પો દીઠ મહિને 1 હજાર રૂપિયાનો હપ્તો સેટ કરવામાં આવ્યો હતો, જેમાં ફરિયાદીએ તમામ માહિતી એસીબીને આપી હતી. જેને આધારે ઉધના વિસ્તારમાં ઉદ્યોગનગરમાં પાશ્વ શોપિંગ સેન્ટર પાસે છટકું ગોઠવ્યું હતુ, જેમાં મહિને 100 ટેમ્પોના 1 લાખ રૂપિયા લેનારો પાટીલ એસીબીના હાથે ઝડપાયો હતો, તેને રૂપિયા મળી ગયા હોવાની વાત એએસઆઇ વિજય ચૌધરીને કરી હતી, ત્યારે જ એસીબીએ તેને ઝડપી લીધો હતો.

બંને આરોપીઓ એસીબીના હાથે ઝડપાઇ ગયા છે, અહીં નવાઇની વાત તો એ છે કે વિજય ચૌધરી છેલ્લા 7 વર્ષથી સુરત ટ્રાફિકમાં જ ફરજ બજાવે છે, તેના પર કોઇ ઉચ્ચ અધિકારીઓનો હાથ હોવાની ચર્ચાઓ થઇ રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526