હિંમતનગરઃ સાબરકાંઠામાં એસીબીએ વધુ એક સરકારી બાબુને લાંચ લેતા ઝડપી પાડ્યાં છે. દિનેશ રમેશભાઇ પટેલ, ઉ.વ.37, તલાટી કમ મંત્રી,બોરીયા ગૃપ ગ્રામ પંચાયતને રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યાં છે, આરોપીએ મહાકાળી મંદિરથી કાંકણોલ જતા રોડ ઉપર, અંજલી પાર્કની પાસે, હિંમતનગરમાં આ લાંચની રકમ લીધી હતી.
ફરિયાદીએ રહેણાંક મકાન વેચાણ રાખેલું હતુ અને મકાન પંચાયત રેકર્ડમાં ફરિયાદીના નામે તબદીલ કરીને ગામનો નમુનો નંબર-2 લેવા ફરિયાદીએ વેચાણ દસ્તાવેજ અને ઇન્ડેક્ષની નકલ રજૂ કરી હતી, જેમાં તલાટી કમ મંત્રીએ 10 હજારની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી, જેને આધારે એસીબીની ટીમે આ કાર્યવાહી કરી હતી.
ટ્રેપીંગ અધિકારીઃ શ્રીમતી ટી. એમ. પટેલ,
પોલીસ ઈન્સ્પેક્ટર, અરવલ્લી એ.સી.બી. પો.સ્ટે.
સુપરવિઝન અધિકારીઃ એ. કે. પરમાર,
મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી. એકમ
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++