રાજકોટઃ એસીબીએ ગોંડલમાં પોલીસકર્મી સામે લાંચના કેસમાં કાર્યવાહી કરી છે. ફરિયાદી ખુદ એમ.ડી.પટેલ, પોલીસ ઇન્સ્પેકટર, ઇન્ચાર્જ એ.સી.બી. પો.સ્ટે. જામનગર હતા, આરોપી વશરામ પથાભાઇ ધરજીયા, પો.કોન્સ., મહીલા પોલીસ સ્ટેશન, ગોંડલને રૂપિયા 30 હજારની લાંચના કેસમાં આરોપી બનાવ્યાં છે.
આ કામના સાહેદ (નિષ્ફળ છટકાના ફરીયાદી) અને તેમના પરીવારના સભ્યો વિરૂધ્ધ ગોંડલ મહીલા પોલીસ સ્ટેશનમાં તા.24/01/2023 ના રોજ 498 મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલો, તે ગુન્હાના કામે સાહેદ તથા તેના પરીવારના સભ્યોને સમયસર પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મુકત કરી તેજ દીવસે 151 કરીને મામલતદારની કચેરીમાં રજૂ કરી દેવાના અવેજ પેટે આરોપીએ સાહેદ પાસે તા.12/02/2023 ના રોજ રૂ. 30 હજારની લાંચ માંગેલી, જે રકમ સાહેદ આપવા માંગતા ન હોવાથી તેઓએ તત્કાલીન પો.ઇન્સ, એ.સી.બી.પો.સ્ટે. નાઓ રૂબરૂ તા.20/02/2023 ના રોજ આપેલી ફરીયાદ અન્વયે લાંચનુ છટકુ ગોઠવતા આરોપીને આશંકા જતા તેને લાંચ લીધી ન હતી અને ફરિયાદીના પરિવારના સભ્યો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલી અને જેથી લાંચનુ છટકુ નિષ્ફળ રહ્યું હતુ.
ત્યાર બાદ આ કેસમાં આરોપી પોલીસકર્મીએ રૂપિયા 30 હજારની લાંચની માંગણી કરી હોવાનું સાબિત થયું હતુ. એફએસએલના પુરાવા અને અન્ય પુરાવાને આધારે હવે આરોપી પોલીસકર્મી સામે કાર્યવાહી કરી છે.
સુપરવિઝન અધિકારીઃકે.એચ.ગોહિલ,
ઇ.ચા.મદદનીશ નિયામક, રાજકોટ એ.સી.બી. એકમ
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526