+

ACB ટ્રેપઃ વધુ એક કર્મચારી લાંચ લેતા ઝડપાયો, ટેકનીકલ આસિસ્ટન્ટે રૂ. 20 હજારની લાંચ લીધી હતી

દાહોદઃ ફરીયાદી તથા અન્ય સાહેદો વડીલોપાર્જીત જમીનમાં વનીકરણ-ફળવાડી કરવા આશિષ વિનોદભાઇ લબાના, ટેકનીકલ આસિ.મનરેગા શાખા, તાલુકા પંચાયત કચેરી, ઝાલોદને મળ્યાં હતા. ફરીયાદીની ફાઇલોના એસ્ટીમેન્ટ તૈયાર કરીને આ

દાહોદઃ ફરીયાદી તથા અન્ય સાહેદો વડીલોપાર્જીત જમીનમાં વનીકરણ-ફળવાડી કરવા આશિષ વિનોદભાઇ લબાના, ટેકનીકલ આસિ.મનરેગા શાખા, તાલુકા પંચાયત કચેરી, ઝાલોદને મળ્યાં હતા. ફરીયાદીની ફાઇલોના એસ્ટીમેન્ટ તૈયાર કરીને આગળ મોકલવા માટે એક ફાઇલ દીઠ- રૂ. 2000 લેખે 42000 રૂપિયાની લાંચની માંગણી કરાઇ હતી.

ફરીયાદીએ આરોપીને નાણાં ઓછા વત્તા કરવા જણાવતા આરોપીએ કુલ 19 ફાઇલના એક ફાઈલ દીઠ રૂ.1900 લેખે રૂ. 36100 આપવાના નક્કી કર્યાં હતા. તે પૈકી રૂ. 20,000 પ્રથમ આપવા અને બાકીના રૂપિયા 6000 એસ્ટીમેન્ટ માટેની 19 ફાઇલોની મંજૂરી મળી ગયા પછી આપવા જણાવ્યું હતું.

લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એસીબીમાં જાણ કરી હતી, બાદમાં લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને રૂ. 20,000 લાંચની રકમ જૂની તાલુકા પંચાયત કચેરીના કંપાઉન્ડ સ્વીકારતા આરોપી ઝડપાઇ ગયા હતા.

જો તમારી આસપાસ પણ આવા લાંચિયા કર્મચારીઓ કે અધિકારીઓ લાંચ માંગતા હોય તો તમે પણ 1064 પર કોલ કરીને એસીબીને જાણ કરી શકો છો. આ એક જાગૃત નાગરિકની ફરજ છે.

ટ્રેપિગ અધિકારી : કે.વી.ડીંડોર, પોલીસ ઇન્સ્પેકટર
એ.સી.બી પોલીસ સ્ટેશન, દાહોદ

સુપરવિઝન અધિકારી : બી.એમ.પટેલ
મદદનીશ નિયામક, એ.સી.બી.પંચમહાલ એકમ ગોધરા

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter