+

ACB એ આવી રીતે કર્યો 1,50,000 રૂપિયાની લાંચનો પર્દાફાશ, આ ગામના સરપંચનો પુત્ર ઝડપાયો

રાજકોટઃ એસીબીએ દોઢ લાખ રૂપિયાની લાંચનો પર્દાફાશ કરીને આરોપીને ઝડપી પાડ્યો છે. સણોસરા ગામના મહિલા સરપંચના પુત્ર રાહિદ રઝાક શેરસીયાને લાંચ લેતા પકડી પાડ્યો છે, આરોપીએ આર.કે.વોટર સપ્લાઇ, વાંકાન

રાજકોટઃ એસીબીએ દોઢ લાખ રૂપિયાની લાંચનો પર્દાફાશ કરીને આરોપીને ઝડપી પાડ્યો છે. સણોસરા ગામના મહિલા સરપંચના પુત્ર રાહિદ રઝાક શેરસીયાને લાંચ લેતા પકડી પાડ્યો છે, આરોપીએ આર.કે.વોટર સપ્લાઇ, વાંકાનેરમાં લાંચની રકમ લીધી અને એસીબીએ તરત જ ટ્રેપ કરી હતી.

ફરિયાદીએ શ્રીનાથજી પોલીટેકના સેડના કામનો મજુરીનો કોન્ટ્રાકટ રાખેલો હતો, જેમાં સણોસરા ગ્રામ પંચાયતમાંથી બાંધકામની મંજુરી મેળવવા પંચાયતમાં અરજી કરી હતી. મહિલા સરપંચ જુબેદાબેને ફરીયાદીને કહ્યું કે અરજીઓ અને મંજુરીનું કામ તેમનો દિકરો રાહિદ કરે છે, ફરિયાદી તે માટે આરોપી પાસે પહોંચ્યાં હતા,તો તેને અઢી લાખ રૂપિયાની લાંચ માંગી હતી. અંતે દોઢ લાખ રૂપિયામાં બધુ નક્કિ કર્યું હતુ.

ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી મોરબી એ.સી.બી. પો.સ્ટે. ખાતે ફરિયાદ આપી હતી, જેમાં પંચોની રૂબરૂમાં આરોપી સરપંચનો દિકરો દોઢ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયો છે. 

ટ્રેપીંગ અધિકારી-
જે.એમ.આલ
પોલીસ ઇન્સ્પેક્ટર
મોરબી, એ.સી.બી. પોલીસ સ્ટેશન

સુપરવિઝન અધિકારી-
વી.કે.પંડયા
મદદનીશ નિયામક, રાજકોટ એસીબી એકમ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

facebook twitter