+

આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 7મી યાદી કરી જાહેર, જાણો વધુ વિગતો- gujarat post

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી સાતમી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ! બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/mo4rqSYW7J

વડોદરાઃ આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવારોની 7 મી યાદી જાહેર કરી છે, વિધાનસભા ચૂંટણી જાહેર થયા પહેલા આપ દ્વારા અત્યાર સુધીમાં કુલ 86 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આજે 13 ઉમેદવારોની યાદી જાહેર કરાઇ છે, ગાંધીનગર ઉત્તરમાં મુકેશ પટેલને ટિકિટ મળી છે, કડીમાં એચ.કે.ડાભીને મેદાને ઉતાર્યા છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે વડોદરામાં છે તે પહેલા યાદી જાહેર કરવામાં આવી હતી. વઢવાણથી હિતેશ પટેલ, મોરબીથી પંકજ રાણસરિયા, જેતપુરથી રોહિત ભૂવા, કાલાવાડથી ડો.જીગ્નેશ સોલંકી, જામનગર ગ્રામ્યથી પ્રકાશ ડોંગા, મેમદાવાદમાં પ્રમોદ ચૌહાણ, લુણાવાડાથી નટવરસિંહ સોલંકી, સંખેડાથી રંજન તડવીને ટિકિટ આપવામાં આવી છે.

વડોદરામાં આપ ગુજરાત પ્રદેશ ગોપાલ ઇટાલીયાએ ટિકિટની જાહેરાત કરતા મફત વિજળી, ખેડૂતોને કરેલા વાયદાઓ પર વાત કરી હતી, સાથે જ ભાજપ સરકારની ઝાટકણી કાઢી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

facebook twitter