+

આ મામલતદાર ઓફિસમાં ACB ની ટ્રેપ, કર્મચારી 5500 રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયો

ગોધરાઃ એસીબીએ ટ્રેપ કરીને મયંકકુમાર ઉર્ફે સાગર રમેશચંદ્ર રાણા, હોદ્દો-કોમ્પ્યુટર ઓપરેટર (કરાર આધારીત), ઇ-ધરા, મામલતદાર કચેરી, ગોધરાને ઝડપી લીધો છે. આરોપી પાસેથી લાંચની રકમ 5500 રૂપિયા રિકવર કરવામાં આવ

ગોધરાઃ એસીબીએ ટ્રેપ કરીને મયંકકુમાર ઉર્ફે સાગર રમેશચંદ્ર રાણા, હોદ્દો-કોમ્પ્યુટર ઓપરેટર (કરાર આધારીત), ઇ-ધરા, મામલતદાર કચેરી, ગોધરાને ઝડપી લીધો છે. આરોપી પાસેથી લાંચની રકમ 5500 રૂપિયા રિકવર કરવામાં આવી છે.

ફરીયાદીની વડીલો પાર્જીત જમીન તકરારના કારણે ખાલસા થઇ ગયેલી. જે જમીનમાં રેવન્યું કોર્ટે નામ દાખલ કરવા હુકમ કરેલો, જે હુકમને આધારે જમીનમાં નામ દાખલ કરવા મામલદાર કચેરી ગોધરા ખાતે ફરીયાદીએ અરજી આપેલી, રેવન્યું રેકર્ડે કાચી નોંધ પાડવા આ કામના આરોપીએ સૌપ્રથમ 7 હજાર રૂપિયાની માંગ હતી, જેમાંથી 1500 રૂપિયા લઇ લેવામાં આવ્યાં હતા અને બાકીના 5500 રૂપિયાની માંગ કરાઇ રહી હતી.

ફરિયાદી લાંચમી રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં ફરિયાદ આપી હતી, જેના લાંચના છટકામાં આરોપી આવી ગયો છે, હાલમાં તેની અટકાયત કરીને એસીબીની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રેપીંગ અધિકારીઃ એચ.બી.ચાવડા
ફીલ્ડ પો.ઇન્સ. એ.સી.બી, ગાંધીનગર એકમ

સુપર વિઝન અધિકારી: એ.કે.પરમાર
મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી. એકમ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter