અમારી મોબાઇલ એપ ડાઉનલોન કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526
સુરતઃ આમ આદમી પાર્ટીમાં પોતાનું કોઇ ભવિષ્ય ન દેખાતા નેતાઓ પાર્ટી છોડી રહ્યાં છે, એક તરફ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સહિતના અનેક આપ નેતાઓ જેલમાં છે, તો બીજી તરફ ભાજપ પણ તેનો ફાયદો ઉઠાવી રહ્યું છે, લોકસભા ચૂંટણી વખતે જ સુરતના બે પાટીદાર ચહેરાઓ અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવીયાએ આપમાંથી રાજીનામું આપી દીધું છે.
અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. આપની સ્ટાર પ્રચારકોની યાદીમાં અલ્પેશ કથિરીયાનો સમાવેશ કરાયો હતો, પરંતુ હવે તેમની પાર્ટી છોડી દીધી છે, સાથે જ તેઓ ભાજપમાં જશે કે કેમ તેના પર સૌ કોઇની નજર છે, કારણ કે તેમના એક સમયના સાથી હાર્દિક પટેલ પણ ભાજપની શરણમાં પહેલા જ પહોંચી ગયા હતા અને તેઓ વિરમગામથી ધારાસભ્ય બની ગયા હતા. તેમને પાટીદારો પર અત્યાચાર કરનારી ભાજપ સરકાર ગમી જતા સમાજનો સાથ છોડી દીધો હતો અને પોતાનું રાજકીય ભવિષ્ય સુધારવા કમળનો સાથ પસંદ કર્યો હતો.
બંને નેતાઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ
સુરતમાં ભાજપનો દબદબો છે અને આ બંને નેતાઓએ આપનો સાથ છોડી દીધો છે, જો કે આ નેતાઓ ભાજપમાં જાય તો પણ ભાજપને કંઇ ખાસ ફાયદો થાય તેમ નથી, પાટીદાર આંદોલનથી પ્રચલિત બનેલા આ નેતાઓ ઘમા સમયથી નિષ્ક્રીય દેખાઇ રહ્યાં છે અને સુરતમાં અનેક યુવા ચહેરાઓ પહેલાથી જ ભાજપ માટે મહેનત કરી રહ્યાં છે. બીજી તરફ પાટીદાર સમાજને હાથો બનાવીને બની બેઠેલા હાર્દિક જેવા નેતાઓ કોઇને કોઇ પાર્ટીમાં સેટ થઇ ગયા છે, જેથી સમાજ પણ હવે આવા નેતાઓનું નામ પણ સાંભળવા માંગતો નથી.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો