થોડા દિવસ પહેલા જ નખત્રાણા પોલીસ મથકે ફરજ પર હાજર થયા હતા
સુત્રાપાડામાં શોકનું મોજું ફરી વળ્યું
કચ્છઃ રાજ્યમાં અકસ્માતનો સિલસિલો ચાલુ છે. કચ્છમાં અકસ્માના બનાવો સતત વધી રહ્યાં છે. ઘણા કિસ્સાઓમાં બેદરકારીથી વાહન ચલાવવાના કારણે લોકોનાં મોત થઈ રહ્યાં છે. તો સામે વાળા વાહન ચાલકની બેદરકારીથી પણ આવા અકસ્માતો થઇ રહ્યાં છે. હવે કચ્છના ધાણેટી પાસે ટ્રકની અડફેટે મહિલા પોલીસકર્મી અને તેમના પતિનું મોત થયું છે.
સુત્રાપાડા ગામના અને હાલ કચ્છનાં નખત્રાણામાં ફરજ બજાવતા મહિલા ASI અને તેમના પતિનું અકસ્માતમાં મોત થયું છે. દંપત્તિ કચ્છના કબરાઉ દર્શન કરી નખત્રાણા પરત ફરતું હતુ, તે સમયે ભૂજના ધણેટી ગામના પેટ્રોલ પંપ નજીક દંપત્તિનાં એક્ટિવાને ટ્રકે ટક્કર મારી હતી. જેમાં તેમના મોત થયા હતા. તેમના જાન્યુઆરી મહિનામાં જ લગ્ન થયા હતા. ગીર સોમનાથના પ્રશ્નાવડા ગામ મુકામે દંપતીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બનાવના પગલે સુત્રાપાડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. સાથી પોલીસકર્મીઓ અને સ્થાનિક લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526