ગાંધીનગરમાં ફરજ બજાવતા IPS ધર્મેન્દ્ર શર્મા સામે મહિલાએ કરી દુષ્કર્મની ફરિયાદ, અધિકારીએ કહ્યું આ પૈસા પડાવવાનું ષડયંત્ર !

11:52 AM Sep 21, 2024 | gujaratpost

અમદાવાદ DCP ઝોન- 2 માં ફરજ પર હતા ત્યારે મહિલા આવી હતી તેમના સંપર્કમાં

એસપી રેંક કક્ષાના અધિકારી સામે દુષ્કર્મની ફરિયાદથી હડકંપ

સ્ટેટ સાઇબર ક્રાઇમ સેલમાં એસપી તરીકે ફરજ બજાવે છે ધર્મેન્દ્ર શર્મા

ગાંધીનગરઃ ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી ધર્મેન્દ્ર શર્માને લઇને વિવાદ સામે આવ્યો છે, તેમના પર એક મહિલાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે, આ મામલે ગૃહવિભાગે તપાસ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. મહિલાનો આરોપ છે કે ધર્મેન્દ્ર શર્માએ પોતે અપરણિત હોવાનું કહીને બે વખત તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતુ. તેના ફ્લેટ પર બોલાવીને ધમકી પણ આપી હતી, આ મામલે ફ્લેટમાં જતી મહિલા અને શર્માની કારના સીસીટીવી પણ સામે આવ્યાં છે.

અમદાવાદની મહિલા એક કેસ મામલે આવી હતી શર્માના સંપર્કમાં

લગ્ન બાદ પણ ફોન કરીને કરાઇ રહી હતી હેરાનગતિ

છેવટે મહિલાએ પતિને કરી આ વાતની જાણ

ઘણા સમય પહેલા મહિલા શર્માના સંપર્કમાં આવી હતી, શર્મા સાથે મોબાઇલ ચેટના પુરાવા, મોબાઇલ પર વાતચીત સહિના અનેક પુરાવા હોવાનો મહિલાનો દાવો છે, કોરોના વખતે મહિનાને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારે પણ ધર્મેન્દ્ર શર્માએ હોસ્પિટલમાં પોતાની પત્નીની ઓળખ આપી હતી. હવે જ્યારે મહિલાને ખબર પડી કે શર્મા પરણિત છે ત્યારે તેને પીછો છોડાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શર્મા વારંવાર ફોન કરીને તેને હેરાન કરતા હતા. આ મામલે મહિલાના પતિએ પણ ધર્મેન્દ્ર શર્માને ખખડાવ્યાં હતા, તેમ છંતા શર્માને કોઇ ફરક પડ્યો ન હતો. જેથી આ મામલે અનેક જગ્યાએ ફરિયાદ કરાઇ છે.

આવી રીતે થઇ હતી મહિલાની આઇપીએસ સાથે મુલાકાત

વારંવાર ફોન કરીને મળવા દબાણ કરાતું હતુંઃ પીડિતા

પીડિતાએ જણાવ્યું કે અમદાવાદમાં હું એક કેસ માટે તેમની પાસે ગઇ હતી, બાદમાં મોબાઇલ નંબરોની આપ લે થઇ હતી અને અમારી વચ્ચે વાતચીત થતી રહેતી હતી, શર્માએ પોતે અપરણિત હોવાનું મને જણાવ્યું હતુ અને લગ્નની લાલચ બાદ અમારી વચ્ચે સંબંધો બન્યાં હતા, બાદમાં તેમની દાહોદ બદલી થઇ હતી અને સોશિયલ મીડિયામાં તેમના પુત્રનો ફોટો જોતા હું સમજી ગઇ હતી કે તેઓ પરણિત છે, મેં તેમનાથી અંતર બનાવવાનું ચાલુ કર્યું હતુ, પરંતુ તેઓ વારંવાર મને ફોન અને મેસેજ કરીને મળવા દબાણ કરતા હતા, જેથી મે મારા પતિને આ મામલે સમગ્ર વાત કરી હતી અને બાદમાં ઉચ્ચ કક્ષાએ અમે ફરિયાદ કરી છે. હવે આ મામલે પીડિતા ન્યાયની માંગ સાથે બેઠા છે.

મહિલા જ્યારે અપરણિત હતી ત્યારે શર્માએ પોતે અપરણિત હોવાનું કહીને દુષ્કર્મ ગુજાર્યું હતુ

પીડિતાએ ન્યાયની માંગ સાથે કરી અરજી

પીડિતા મહિલા અને તેમના પતિ દ્વારા પીએમઓ, સીએમઓ અને ગૃહવિભાગમાં ફરિયાદ કરાઇ છે, ગુજરાતના ગૃહવિભાગ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.મહિલાએ ન્યાયની માંગ સાથે અરજીઓ આપી છે અને સરકાર આ મામલે તાત્કાલિક એક્શન લે તેવી માંગ કરી છે.

આઇપીએસ ધર્મેન્દ્ર શર્માએ ફગાવ્યાં આક્ષેપો

હાલમાં ગાંધીનગર પોલીસમાં ફરજ બજાવતા ધર્મેન્દ્ર શર્માએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યુંમાં આ તમામ આક્ષેપો ફગાવી દીધા છે અને કહ્યું છે કે આ પૈસા પડાવવા માટે મારી સામે ષડયંત્ર કરાયું છે. મહિલા મારી પાસે સામેથી આવી હતી અને તેના પુરાવા પણ મારી પાસે છે. હું પૈસા આપવાનો નથી. ત્યારે હાલમાં તો આ કેસ પોલીસ વિભાગ અને રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે, જોવું કહ્યું રાજ્ય સરકાર આ મામલે શું કાર્યવાહી કરે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526