બે દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો
અંબાલાલ પટેલની આગાહીએ ફરી લોકોને ડરાવ્યાં
Latest Ambalal Patel Forecast: રાજ્યમાં વરસાદનો વધુ એક ધમાકેદાર રાઉન્ડ આવશે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમને કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં 3 થી 11મી સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમો બનતી જશે. જે બાદમાં લો પ્રેશર, ડિપ ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે.
6 થી 11મી સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા આજે છોટા ઉદેપુર, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ, બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આવેલીકાલે ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ તથા નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/