જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર મતદાન શરૂ, મતદારોની ભીડ ઉમટી

11:17 AM Sep 18, 2024 | gujaratpost

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આજે પ્રથમ તબક્કા હેઠળ કુલ 7 જિલ્લામાં મતદાન થઈ રહ્યું છે. જમ્મુ ક્ષેત્રના 3 જિલ્લાઓ અને કાશ્મીર ખીણના 4 જિલ્લાઓની 24 બેઠકો પર 90 અપક્ષ સહિત કુલ 219 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે.  

ઓગસ્ટ 2019માં આર્ટિકલ 370 નાબૂદ થયા બાદ જમ્મુ અને કાશ્મીરમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે. આજે જ્યાં મતદાન થઈ રહ્યું છે તેમાં પમ્પોર, ત્રાલ, પુલવામા, રાજપોરા, જૈનપોરા, શોપિયાં, ડીએચ પોરા, કુલગામ, દેવસર, ડોરુ, કોકરનાગ (ST), અનંતનાગ પશ્ચિમ, અનંતનાગ, શ્રીગુફવારા-બિજબેહરા, શાંગસ-અનંતનાગ પૂર્વ, પહલ, ઈન્દરવાલ, કિશ્તવાડ, પેડર-નાગસેની, ભદરવાહ, ડોડા, ડોડા પશ્ચિમ, રામબન અને બનિહાલનો સમાવેશ થાય છે.

મતદાન મથકની બહાર મતદારોના ટોળા ઉમટી પડ્યાં

Trending :

જમ્મુ- કાશ્મીરની 24 વિધાનસભા બેઠકો (કાશ્મીરમાં 16 અને જમ્મુમાં 8) માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ વીડિયો પુલવામાના એક પોલિંગ બૂથનો છે જ્યાં લોકો મતદાન કરવા પહોંચી રહ્યાં છે.

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ચૂંટણી

જમ્મુ-કાશ્મીરના પિંગલેના પુલવામામાં મતદાન મથકની બહાર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે પ્રથમ તબક્કામાં જમ્મુ અને કાશ્મીરની 24 વિધાનસભા બેઠકો (કાશ્મીરમાં 16 અને જમ્મુમાં 8) પર મતદાન થઈ રહ્યું છે. ઓગસ્ટ 2019 માં કલમ 370 નાબૂદ થયા પછી આ પ્રદેશમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે.

પ્રથમ તબક્કામાં કુલ 23.27 લાખ મતદારો મતદાન કરશે

ચૂંટણી પંચના જણાવ્યાં અનુસાર, પ્રથમ તબક્કામાં કુલ 23,27,580 મતદારો મતદાન કરવા પાત્ર છે, જેમાં 11,76,462 પુરૂષો, 11,51,058 મહિલાઓ અને 60 ત્રીજા લિંગના મતદારોનો સમાવેશ થાય છે.

મતદાન પહેલા વાહનોનું ચેકિંગ, સુરક્ષા સઘન

જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા પહેલા સુરક્ષા દળો અખનૂરના તમામ પ્રવેશ સ્થળો પર વાહનોની તપાસ કરી રહ્યા છે. 18 સપ્ટેમ્બરે યોજાનાર પ્રથમ તબક્કામાં કેન્દ્રશાસિત પ્રદેશની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526