World Champion Team India Returns: ટીમ ઈન્ડિયાએ બાર્બાડોસમાં રમાયેલી ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. આ રીતે 17 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા આ ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન બની છે. તેથી, 2007માં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ચેમ્પિયન બન્યા બાદ મુંબઈમાં જે પરેડ યોજાઈ હતી, તે આ વખતે પણ એવી જ હશે.
ટીમ ઈન્ડિયાએ PM મોદી સાથે મુલાકાત કરી, વીડિયો સામે આવ્યો
ટીમ ઈન્ડિયાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. વર્લ્ડ ચેમ્પિયન બનીને પરત ફરેલા ભારતીય ખેલાડીઓ સાથે વડાપ્રધાનની મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે. બેઠક બાદ ખેલાડીઓએ મોદી સાથેની ચર્ચાઓ વાત કરી હતી અને વડાપ્રધાને ટીમને ખુબ ખુબ અભિનંદન આપ્યાં હતા.
ટીમ ઈન્ડિયા મુંબઈ માટે રવાના થશે
ટીમ ઈન્ડિયા બપોરે 2 વાગ્યે મુંબઈ જશે. સાંજે 5 વાગ્યાથી મુંબઈમાં ટીમ ઈન્ડિયાની વિજય પરેડ છે. દરમિયાન મુંબઈમાં તેની વિજય પરેડની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જે બસમાં ટીમ વિજય પરેડ કરશે તે બસ સંપૂર્ણ રીતે સુશોભિત અને તૈયાર છે. પીએમ મોદીને મળ્યાં બાદ ટીમ મુંબઈ જવા રવાના થશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526