સ્વામિનારાયણ સંતોના બફાટ બાદ વડતાલ ગાદીપતિએ કરી અપીલ, જાણો વિ - Gujarat Post

10:28 AM Mar 29, 2025 | gujaratpost

સુરતઃ સ્વામિનારાયણ સંતો દ્વારા દ્વારકા સહિત અનેક દેવસ્થાનો પર કરવામાં આવેલી ટિપ્પણીથી લોકો રોષે ભરાયા છે. વિવાદને ઠારવા વડતાલ ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રસાદ દ્વારા સંપ્રદાયના સાધુ સંતોનો અપીલ કરવામાં આવી હતી. તેમણે કહ્યું છેલ્લા કેટલાક સમયથી સાધુ-સંતો દ્વારા દેવી-દેવતાઓ પર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે જો આ રીતે તો નિંદા કરશો તો પછી વિવાદ તો થવાનો છે.  

સુરતના એક કાર્યક્રમમાં વડતાલના ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રસાદે કહ્યું કે, દેવી-દેવતાઓની નિંદા કરીએ તો ક્લેશ તો થવાનો. જેથી બધાએ માપે વર્તવું જોઈએ. જેમ આપણને આપણા ઇષ્ટદેવની ખુમારી હોય તે રીતે અન્ય ભક્તોની પણ તેમના ઇષ્ટદેવ પ્રત્યે ખુમારી હોય છે.

સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા શ્રી કૃષ્ણ પર જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને મામલો ઉગ્ર થતો જોવા મળી રહ્યો છે. આ મુદ્દે પહેલાથી ભક્તોમાં રોષનો માહોલ ફેલાયેલો છે. મોગલ ધામ કબરાઉના ગાદીપતિ મણિધરબાપુએ પણ આ મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ધર્મ માટે જરૂર પડશે તો તલવાર ઉપાડવાની અને ખપી જવાની તાકાત પણ છે. વડતાલ ગાદીપતિની આ અપીલ બાદ કેટલા સમય સુધી સંતો બફાટ કે અન્ય દેવી દેવતા પર ટિપ્પણી નથી કરતાં તે જોવું રહ્યું.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++