વડોદરાઃ ઝૂમાં હિપોપોટેમસે બે કર્મચારીઓ પર કર્યો હુમલો, લોહીના ભરાયા ખાબોચિયા- Gujarat Post

09:49 PM Mar 09, 2023 | gujaratpost

વડોદરાઃ અહીં ચોંકાવનારી ઘટના સામે આવી છે. કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયમાં હિપો પોટેમસ દ્વારા ઝુ ક્યુરેટર પર હુમલો કરવામાં આવ્યો છે. ઝુ ક્યુરેટર પ્રત્યુશ પટ્ટનકર અને એક કર્મી હિપો પોટેમસની સારવાર કરી રહ્યાં હતા, ત્યારે હિપોએ તેમના પર હુમલો કર્યો હતો. જેને કારણે બંને બૂમો પાડતા અન્ય કર્મચારીઓ દોડી આવ્યાં હતા અને હિપોના હુમલાથી બચાવી સારવાર અર્થે ખસેડ્યા હતા. હિપોના હુમલાને કારણે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ઘટનાને પગલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની નરહરિ હોસ્પિટલ ધસી આવ્યાં હતા. અહીં બંને ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. આ સિવાય પાલિકાના અન્ય અધિકારીઓ નરહરિ હોસ્પિટલ પહોંચી ગયા છે. પાર્ક્સ એન્ડ ગાર્ડનના અધિકારી મંગેશ જયસ્વાલે કહ્યું, ઝુ ક્યુરેટર પ્રત્યુશ પટ્ટનકર અને સુપરવાઈઝર રોહિતભાઈ આઈ.સી.યુ માં છે, હાલ તેમની સારવાર ચાલી રહી છે.

થોડા દિવસો પહેલા કમાટીબાગમાં ઝૂમાં ફરવા આવેલા એક સહેલાણીનો મોબાઈલ ફોન વાંદરના બચ્ચાએ ઝૂંટવી લીધો હતો વડોદરામાં મધ્ય ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કમાટીબાગ ઝૂ છે. કમાટી બાગમાં પ્રાણીઓ જોવા માટે વડોદરા તથા આસપાસના વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યામાં આવે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો