પૂરની ભયાનક સ્થિતીથી કંટાળીને મહિલા ધારાસભ્ય સાથે અભદ્ર ઇશારા કર્યાં, હવે આ વ્યક્તિની પોલીસે કરી ધરપકડ

11:06 AM Sep 04, 2024 | gujaratpost

વડોદરાઃ પૂરની ભયાનક સ્થિતીમાં અનેક પરિવારો બેઘર થયા છે, ઘરોમાં પાણી ભરાઇ ગયા તો ખાવાના અનાજમાં પણ પાણી ઘૂસી ગયા, આવી સ્થિતીમાં લોકોનો આક્રોશ બહાર આવવો સામાન્ય બાબત છે, જો કે વિરોધ દર્શાવવાની પણ રીત હોય છે, જો તમે અભદ્ર ઇશારા કરો કે અન્ય કોઇ એવું કામ કરો તો તમારી સામે કાર્યવાહી ચોક્કસ થશે.

હરણીની મોટનાથ રેસિડેન્સી નજીક સિલ્વર ઓક રેસિડેન્સી અને તેની આસપાસના વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતાં લોકોને ત્રણ દિવસ સુધી લાઇટ,પાણી તેમજ આવશ્યક ચીજવસ્તુઓ વગર રહેવું પડ્યું હતું, જેમાં મીડિયા સામે એક વ્યક્તિએ બેફામો ઉચ્ચારણો કરીને મહિલા ધારાસભ્યને ધમકી આપતા કહ્યું હતુ કે તમે અહીં આવશો તો ટાંટિયા તોડી નાખીશ.

આ કેસમાં હવે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અભદ્ર ઇશારા કરનારા કુલદીપ સૂર્યકાન્ત ભટ્ટની ધરપકડ કરી છે. આરોપીએ ભાજપના ધારાસભ્ય મનિષા વકીલ માટે અપશબ્દો કહ્યાં હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526