Vadodara: પૂરના પાણી ઓસર્યા બાદ પણ ભાજપના કોઈ કેન્દ્રીય નેતા નહીં દેખાતા લોકોમાં આક્રોશ

09:09 PM Sep 08, 2024 | gujaratpost

Latest Vadodara News: વડોદરા શહેરને પૂરે બાનમાં લીધાને 15 દિવસ થઈ ગયા છે. પૂરના પાણી ઓસર્યા બાદ રાહત સામગ્રી લઈને આવેલા ભાજપના સ્થાનિક નેતાઓ, ધારાસભ્યોનો લોકોએ ઉધડા લીધા હતા. ઘણાએ ચાલતી પકડવી પડી હતી. આ દરમિયાન હજુ સુધી ભાજપના એક પણ કેન્દ્રીય નેતા વડોદરા આવ્યાં નથી, અહીં અનેક લોકોનાંં જીવ ગયા છે અને લોકોના ઘરોને પણ મોટું નુકસાન થયું છે.

લોકોની મુશ્કેલીઓ હજુ સુધી ઓછી થઇ નથી, જેથી લોકોનો રોષ આસમાને પહોંચ્યો છે, જેઓ કર્મભૂમિ હોવાની અવારનવાર વાતો કરે છે તેવા નેતાઓ પણ અહીં દેખાયા નથી. પ્રદેશ પ્રમુખ અને જળસંચય વિભાગના કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ અહીં દેખાયા નથી.  

વડોદરાની જનતાએ ભાજપને ખોબલે-ખોબલે મતો આપ્યાં હતા અને હવે જનતા મુશ્કેલીમાં છે. ત્યારે ઉચ્ચ નેતાઓ અહીં દેખાયા નથી, લોકોનું અનાજ ખરાબ થઇ ગયું છે, મકાનોને મોટું નુકસાન થયું  છે, અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યાં છે, ત્યારે આવી સ્થિતીમાં જનતાનેે યોગ્ય મદદ નથી મળી રહી, જેથી લોકોનો ભાજપની ભૂપેન્દ્ર પટેલ સરકાર સામે રોષ દેખાઇ રહ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526