વડોદરામાં કોર્ટ રૂમમાં જ હાર્ટએટેક આવતાં વકીલ ઢળી પડ્યાં- Gujarat Pot

11:19 AM Nov 24, 2023 | gujaratpost

વડોદરાઃ હાર્ટએટેકથી મોતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વડોદરાની કોર્ટ રૂમમાં સિનિયર એડવોકેટનું કોર્ટ રૂમમાં હાર્ટએટેકથી મોત થતા કોર્ટ સંકુલમાં ચકચાર મચી ગઈ હતી. બનાવને પગલે સાથી વકીલોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
વડોદરા શહેરમાં સોમા તળાવ પાસે રિદ્ધિ સિદ્ધી સોસાયટીમાં રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા વડોદરા વકીલ મંડળના સિનિયર વકીલ જગદીશ જાધવ (ઉ.વ.53)નું કોર્ટ રૂમમાં હાર્ટ એટેક આવતાં મોત થયું હતું.

આ વકીલ કોર્ટમાં કેસ બાબતે પહોંચ્યાં હતા, જ્યાં હાર્ટએટેક આવતાં તેઓ કોર્ટ રૂમમાં જ ઢળી પડ્યાં હતા. જે બાદ સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોઓ તેમને મૃત જાહેર કર્યાં હતા. વકીલનું હાર્ટએટેકથી મોત થતાં તેમના મિત્રો અને પરિવારમાં શોક છવાઇ ગયો છે.

નોંધનિય છે કે રાજ્યમાં હાર્ટએટેકથી અનેક લોકોનાં મોત થઇ ગયા છે, કોરોનાની રસિ બાદ આ મોત થયા હોવાની ચર્ચાઓ છે, જો કે આ વાતને સરકારે કોઇ સમર્થન આપ્યું નથી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post