વડોદરાના પાદરામાં ખુલ્લા ખેતરમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, 13 લોકો ઝડપાયા- Gujarat Post

12:06 PM Dec 29, 2023 | gujaratpost

સાંધી ગામ નજીક ખુલ્લા ખેતરમાં ચાલતી હતી દારૂ પાર્ટી

પોલીસે દારૂની બોટલ, બીયરના ટીન કર્યાં જપ્ત

વડોદરાઃ 31 ડિસેમ્બર નજીક આવવાની સાથે જ રાજ્યમાં દારૂ પાર્ટીઓનો દોર શરૂ થઈ ગયો છે. ફાર્મ હાઉસ, બંગ્લોઝમાં યોજાતી પાર્ટીઓ પર પોલીસ ખાસ નજર રાખી રહી છે. દરમિયાન વડોદરાના પાદરામાં પોલીસે દારૂની મહેફિલ પર દરોડો પાડ્યો હતો અને 13 લોકોને ઝડપી લીધા હતા.

પાદરા પોલીસે સાંધી ગામ નજીક ખુલ્લા ખેતરમાં ચાલી રહેલી દારૂની પાર્ટી માણતાં 13 શખ્સોને દબોચી લીધા હતા.સ્થળ પરથી દારૂની બોટલો અને બીયરના ટીન જપ્ત કર્યાં હતા.પોલીસને જોતા જ મહેફિલ માણતાં લોકોને નશો ઉતરી ગયો હતો. તમામની ધરપકડ કરીને મુદ્દામાલ સાથે તેમને પોલીસ સ્ટેશન લઇ આવવામાં આવ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post