વડોદરામાં પૂરના પાણીથી અસરગ્રસ્ત વેપારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, મળશે આટલી સહાય- Gujarat Post

10:13 AM Sep 13, 2024 | gujaratpost

Vadodara News: થોડા દિવસ પહેલા પૂરે વડોદરાને બાનમાં લીધું હતું. શહેરના મોટાભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. દુકાનોમાં પાણી ભરાઈ જતાં અને પાણીનો નિકાલ ન થતાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. હવે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે વડોદરામાં આવેલા પૂરને લઇને મોટી જાહેરાત કરી છે. પૂરના પાણીથી અસરગ્રસ્ત વેપારીઓ માટે રોકડ સહાયની જાહેરાત કરવામાં આવી છે.

સરકારની જાહેરાત પ્રમાણે લારી-રેકડી ધારકોને રૂપિયા 5000 ની રોકડ સહાય મળશે. નાના કેબિન ધારકોને 20 હજાર સુધીની રોકડ સહાય મળશે. મોટા કેબિન ધારકોને 40 હજાર રૂપિયા સુધીની રોકડ સહાય મળશે, નાની પાકી દૂકાનદારોને 85 હજાર સુધીની રોકડ સહાય મળશે, મોટી દુકાન ધારકોને લૉનમાં વ્યાજ સહાયની જાહેરાત કરવામાં આવી છે.

ઉપરાંત 20 લાખ રૂપિયા સુધીની લૉન લેનારને 3 વર્ષ સુધી 7 ટકાના દરે સહાય આપવામાં આવશે. દુકાનદારોના કેસમાં ત્રિમાસિક GST રિટર્નને ધ્યાનમાં રાખીને સહાય અપાશે. આ સહાય માટે મહાનગર પાલિકા કમિશનર અને મામલતદારને અરજી કરવાની રહેશે. આ માટે આગામી 31 ઑક્ટોબર, 2024 સુધીમાં સહાય માટેની કરવાની કરવાની રહેશે.  જો કે સામે વેપારીઓને આ સહાય ઓછી પડી રહી છે અને તેઓ સરકાર સામે રોષમાં છે.

Trending :

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526