વડોદરા નજીક ખટંબા તળાવમાં કાર ખાબકી, 4 યુવાનો લાપતા- Gujarat Post

11:48 AM Aug 19, 2024 | gujaratpost

  • કાર વહેલી સવારે પાણીમાં ખાબકી હતી
  • કારમાં ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં ચાર વિદેશી વિદ્યાર્થીઓ હોવાની આશંકા

Latest Vadodara News: વડોદરામાંથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. વાઘોડિયા નજીક આવેલા ખટંબા તળાવમાં કાર ખાબકી છે. આ કારમાં વિદેશી વિદ્યાર્થીઓ હોવાની આશંકા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

વડોદરા નજીક આવેલા ખટંબા ગામ નજીક આજે વહેલી સવારે એક કાર તળાવમાં ખાબકી હતી. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. ક્રેઈન દ્વારા કારને બહાર કાઢવામાં આવી રહી છે. આ કારમાં ખાનગી યુનિ.માં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ સવાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જે તમામ હાલ લાપતા છે. ફાયર બ્રિગેડને જાણ કરાયા બાદ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા