હિન્દુ વિધવાને મુસ્લિમ પુરુષે લગ્નની લાલચ આપીને ફસાવી, કેમેરા સામે ઉતરાવ્યાં કપડાં અને પછી...

10:46 AM Jun 18, 2024 | gujaratpost

Vadodara Crime News: વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હિન્દુ વિધવાને (hind widow women) લગ્નની લાલચ આપીને મુસ્લિમ પુરુષે (muslim man) દુષ્કર્મ આચર્યુ હતું અને કેમેરા સામે જ કપડાં ઉતરાવી ગંદી ગાળો આપી હતી.  શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતા એક્વેરિયમના એક વેપારીએ (aquarium trader) હિન્દુ વિધવાને લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની અને ધાકધમકી આપી હોવાની ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં (Fateh Ganj police station) નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

સમા વિસ્તારમાં રહેતી પીડિતાએ પોલીસને કહ્યું છે કે,વર્ષ-2021માં મારે મોહસીનખાન પઠાણ સાથે પરિચય થયો હતો.તેણે મને વિશ્વાસમાં લઇ મારી સાથે લગ્ન કરવાની તૈયારી બતાવી હતી અને બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી મારા ફ્લેટ પર પણ અવારનવાર આવતો હતો અને ત્યાં પણ મારી મરજી વિરૃધ્ધ દુષ્કર્મ આચરતો હતો.ફતેગંજ વિસ્તારમાં તેની દુકાન પર પણ મને બોલાવતો હતો. ત્યારબાદ તે મને ગાળો ભાંડી વારંવાર ધમકી આપતો હતો.

ફતેગંજના પીઆઇ અજય ગઢવીએ આ ફરિયાદને આધારે બળાત્કારનો ગુનો નોંધી આરોપી મોહસીનખાન શબ્બીરખાન પઠાણની ધરપકડ કરી હતી. પીડિતાએ જણાવ્યું કે,મોહસીનખાન મારે ઘેર આવતો હતો અને બળજબરીપૂર્વક શારીરિક સબંધ રાખવા ફરજ પાડતો હતો. મારા ઘરમાં કેમેરાની સામે જ મારી પાસે કપડાં કઢાવતો હતો. મને બિભત્સ ગાળો ભાંડીને કોઇને પણ આ વાતની જાણ કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપતો હતો.