(ફાઈલ તસવીર)
- પરિણીતાના આપઘાત બાદ પ્રેમીએ પણ જીવન ટૂંકાવ્યું
- પોલીસે વધુ તપાસ હાથ ધરી
Vadodara Crime News: વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાસરિયાને પુત્રવધુના લગ્ન પહેલાના પ્રેમ સંબંધની જાણ થઈ ગઈ હતી. જેથી પુત્રવધુએ સાસરીમાં જ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણે પુત્રવધુના પ્રેમિની થતાં તેણે પણ દુનિયાને અલવિદા કહી દીધું હતું. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, કપુરાઇ ગામે રાઠોડ ફળિયામાં રહેતો 23 વર્ષનો અરવિંદ ગોપાલભાઇ વાદી ટ્રાફિક શાખાની ટોઇંગ ક્રેનમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતો હતો. ત્રણ દિવસ પહેલા તેણે મિત્રને ફોન કરીને કહ્યું હતું કે, હવે હું જીવવા માંગતો નથી. ત્યારબાદ તેનો કોઇ પત્તો લાગ્યો નહતો.
દેણા ગામ નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કોતરમાં ઝાડ પર લટકતી લાશ જોઇને એક શખ્સે પોલીસને જાણકરી હતી. જેના પગલે હરણી પોલીસ દોડી ગઇ હતી. પોલીસને મૃતકના ખિસ્સામાંથી બે મોબાઇલ ફોન મળ્યાં હતા. જેના આધારે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. તેઓએ આવીને ઓળખ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે, અરવિંદને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. તેના લગ્ન થયા પછી અરવિંદ હતાશ થઇ ગયો હતો. લગ્ન પછી પણ અરવિંદ અને તેની પ્રેમિકા વાત કરતા હતા. જેની જાણ યુવતીના સાસરીમાં થઇ જતા તેણે 14 ઓગસ્ટે આપઘાત કરી લીધો હતો. બીજી તરફ અરવિંદે પણ ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. હરણી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.