વડોદરાઃ છાણી સ્વામિનારાયણ મંદિર ચર્ચામાં આવ્યું છે,વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં તાળા બદલવાને લઈને બબાલ થઈ હતી. સંતોના જૂથવાદમાં થયેલા ઝઘડામાં મંદિરના સબ કમિટી સભ્ય દિનેશ વણકરનું પડી જવાથી મોત થયું હતું. છાણી મંદિરમાં થયેલા મોત કેસમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી.ઘણા વર્ષોથી જમીન અને મંદિરના હક્કને લઈને વિવાદ ચાલી રહ્યો હોવાનુ પોલીસે જણાવીને કહ્યું CCTV ફૂટેજની તપાસ કરીને તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે. અગાઉ પણ સામસામે અરજી કરાઈ હોવાનો પોલીસે દાવો કર્યો છે.
આ મુદ્દે એસપી ધર્મેન્દ્રસિંહ ચાવડાએ કહ્યું.પૂજારી દિનેશ વણકરનું મોત થયું હતું. આજે સવારે આ ઘટના ઘટી છે. આ અગાઉ પણ વિવાદ થતા છાણી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જે તે સમયે બંને પક્ષે ધરપકડ થઈ હતી, હાલ જમીન કોની છે તે રેવન્યું રેકોર્ડનો વિષય છે, પોલીસને કોઈ ફાઇનલ ઓર્ડર મળ્યો નથી. સીસીટીવી ફૂટેજને આધારે તપાસ ચાલુ છે. મૃતકનું પેનલ પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે, રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે.
છાણી પી.આઈ.જે.આઈ.પટેલે કહ્યું, હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે, ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં નથી આવી. જમીન વિવાદમાં અહીં તકરાર ચાલતી હતી, સીસીટીવીને આધારે તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો