Crime News: બિહારના નેતા મુકેશ સહાનીના પિતાની નિર્દયી હત્યા, ઘરમાંથી વિકૃત હાલતમાં મળી લાશ- Gujarat Post

09:48 AM Jul 16, 2024 | gujaratpost

Bihar Crime News: બિહારમાં કાયદો વ્યવસ્થા કથળી હોવાની વધુ એક ઘટના બની છે. વિકાસશીલ ઇન્સાન પાર્ટીના વડા મુકેશ સાહનીના પિતા જીતન સાહનીની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઇ છે. મંગળવારે સવારે દરભંગા જિલ્લાના બિરૌલમાં તેમના ઘરેથી મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના બાદ અહીં નજીકમાં લોકોની ભીડ જામી હતી. લોકોનું કહેવું છે કે ગુનેગારોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હત્યા કરી હતી. ઘરમાં બધી વસ્તુઓ વેરવિખેર પડી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. એફએસએલની ટીમને બોલાવવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા જ મુકેશ સાહની મુંબઈથી દરભંગા જવા રવાના થઈ ગયા છે.

પ્રાથમિક માહિતી મુજબ હત્યા અંગત અદાવતને કારણે કરવામાં આવી છે,  મુકેશ સાહનીની VIP પાર્ટી ચૂંટણી પહેલા મહાગઠબંધનમાં સામેલ થઇ હતી. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ડીલ મૂળ તો મુકેશ સાહની અને RJD વચ્ચે થઈ હતી.

વરિષ્ઠ VIP નેતા દેવ જ્યોતિએ કહ્યું કે અમને થોડા સમય પહેલા જ ઘટના અંગે માહિતી મળી છે. શું થયું તે સમજાતું નથી. અમારા નેતા મુકેશ સાહની ખૂબ જ દુખી છે. તેઓ મુંબઈથી દરભંગા જવા રવાના થયા છે. દરભંગા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526