ઉત્તર પ્રદેશઃ ભોલે બાબાના સત્સંગમાં નાસભાગ થતા 120 લોકોનાં મોત, સીએમ યોગીએ આપ્યાં આ નિર્દેશ

10:28 PM Jul 02, 2024 | gujaratpost

ઉત્તર પ્રદેશઃ હાથરસ જિલ્લાના સિકંદરરાઉના ફુલરાઈ ગામમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં ભોલે બાબાનો સત્સંગ ચાલતો હતો. સત્સંગ સમાપ્ત થયા પછી ભીડ અહીંથી જવા લાગી હતી ત્યારે નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં મહિલાઓ અને બાળકો ખરાબ રીતે કચડાઈ ગયા હતા. ઘાયલોને મેડિકલ કોલેજ ઇટાહ મોકલવામાં આવ્યાં છે. મૃતકોની સંખ્યા 120 પર પહોંચી છે. સીએમ યોગીએ આ અકસ્માતની નોંધ લીધી છે.

આ મોટી ઘટનામાં ખુલાસો થયો છે કે ભોલે બાબાના સત્સંગમાં જનારા દરેક ભક્તને પાણી વિતરણ કરવામાં આવે છે. બાબાના અનુયાયીઓનું માનવું છે કે આ પાણી પીવાથી તેમની સમસ્યાઓ દૂર થાય છે. પટિયાલી તહસીલના બહાદુર નગર ગામમાં સ્થિત તેમના આશ્રમમાં બાબાનો દરબાર પણ ભરાય છે. આશ્રમની બહાર એક હેન્ડપંપ પણ છે. દરબાર દરમિયાન આ હેન્ડપંપ પરથી પાણી પીવા માટે લાંબી કતારો લાગે છે. આ પાણી પીવા માટે લાંબી કતાર લાગી હતી અને આ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી.

સત્સંગમાં 50 હજારથી વધુ લોકો પહોંચ્યાં હતા

Trending :

કાસગંજ જિલ્લાના પટિયાલી તાલુકાથી 4 કિમી દૂર બહાદુર નગર ગામમાં ભોલેબાબાનું પોતાનું ઘર છે. તેમનો આશ્રમ ત્યાં બનેલો છે, જ્યાં ભોલે બાબાના ભક્તો દર મંગળવારે આશ્રમમાં આવે છે, હાથરસ જિલ્લાના મુગલગઢી ગામમાં માત્ર એક દિવસનો સત્સંગ યોજવામાં આવ્યો હતો. આ સત્સંગમાં 50 હજારથી વધુ લોકોએ હાજરી આપી હતી. પંડાલમાં ભીષણ ભેજ અને ગરમીના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકોએ જીવ ગુમાવ્યાં હતા.

સીએમ યોગીએ મુખ્ય સચિવ ગૃહ દીપક કુમાર પાસે રિપોર્ટ માંગ્યો

હાથરસમાં બનેલી ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિક મુખ્ય સચિવ ગૃહ દીપક કુમાર પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. રાહત અને બચાવ કામગીરીને ઝડપી બનાવવા અને ઘાયલોની સારવાર વગેરેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પોલીસ પ્રશાસન સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર મોકલવા સૂચના આપવામાં આવી છે.

ઇટાહના એસએસપી રાજેશ કુમાર સિંહના જણાવ્યાં અનુસાર, જ્યારે નાસભાગ મચી ત્યારે એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ઇટાહ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 27 મૃતદેહો આવ્યાં છે, જેમાં 23 મહિલાઓ, ત્રણ બાળકો અને એક પુરુષનો સમાવેશ થાય છે. વધુ તપાસ હાથ ધરી છે. આ 27 મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526