+

ગુજરાતમાં હવે સ્કૂલ પણ નકલી....રાજકોટમાં મંજૂરી વગરની નકલી સ્કૂલને કરાઈ સીલ

રાજકોટઃ રાજ્યમાં બેફામ બનેલા માફિયાઓને જાણે કોઇનો ડર જ નથી. નકલી સરકારી કચેરીઓ, નકલી PMO અધિકારી, નકલી CMO અધિકારી, નકલી આઇપીએસ અધિકારી બાદ હવે નકલી સ્કૂલ ઝડપાઇ છે. માલિયાસણના પીપળીયામાં નકલી શાળા પકડ

રાજકોટઃ રાજ્યમાં બેફામ બનેલા માફિયાઓને જાણે કોઇનો ડર જ નથી. નકલી સરકારી કચેરીઓ, નકલી PMO અધિકારી, નકલી CMO અધિકારી, નકલી આઇપીએસ અધિકારી બાદ હવે નકલી સ્કૂલ ઝડપાઇ છે. માલિયાસણના પીપળીયામાં નકલી શાળા પકડાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ સ્કૂલમાં 33 વિદ્યાર્થીઓના ભવિષ્યને દાવ પર લગાવી દેવાયું છે. આ સ્કૂલમાં 1થી 10 ધોરણ સુધીના વિધાર્થીઓ અભ્યાસ કરતા હતા.

માલિયાસણના પીપળીયા ગામમાં કોઇપણ પ્રકારની માન્યતા વગર ગૌરી પ્રિ-પ્રાઇમરી નામની સ્કૂલ ચાલુ કરવામાં આવી હતી. આ અંગે શિક્ષણ વિભાગને ફરિયાદ કરતા સ્કૂલને સીલ કરવામાં આવી છે.

પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ગઢવીએ જણાવ્યું કે પીપળીયા ગામે ગેરકાયદેસર રીતે ગૌરી નામની સ્કૂલ ચાલતી હતી.શિક્ષણ વિભાગને જાણ થતા સ્કૂલને સીલ કરવામાં આવી છે. ધોરણ 1થી 10 સુધીના કુલ 33 વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરતા હતા. આ તમામ વિદ્યાર્થીઓને સરકારી શાળામાં ટ્રાન્સફર કરાશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter