+

અમેરિકાના ટેક્સાસમાં તબાહી...તોફાન અને પૂરને કારણે 43 લોકોના મોત, કેમ્પિંગ કરતી 23 છોકરીઓ ગુમ

વોશિંગ્ટનઃ શુક્રવારે સવારે ટેક્સાસમાં એક શક્તિશાળી વાવાઝોડાને કારણે આવેલા અચાનક પૂરને કારણે, ગુઆડાલુપ નદી લગભગ 45 મિનિટમાં 26 ફૂટ વધી ગઈ હતી. અચાનક આવેલા પૂરને કારણે નવ બાળકો સહિત 43 લોકોના મોત થયા છે

વોશિંગ્ટનઃ શુક્રવારે સવારે ટેક્સાસમાં એક શક્તિશાળી વાવાઝોડાને કારણે આવેલા અચાનક પૂરને કારણે, ગુઆડાલુપ નદી લગભગ 45 મિનિટમાં 26 ફૂટ વધી ગઈ હતી. અચાનક આવેલા પૂરને કારણે નવ બાળકો સહિત 43 લોકોના મોત થયા છે. સમર કેમ્પની 23 છોકરીઓ સહિત 27 લોકો ગુમ છે. હજુ મૃત્યુઆંક વધી શકે છે

નદી કિનારે 750 બાળકોનું એક જૂથ કેમ્પ કરી રહ્યું હતું. સેન્ટ્રલ કેર કાઉન્ટીમાં રાત્રે 10 ઇંચ (25 સેમી) વરસાદ પડ્યો હતો. બચાવ ટીમો ગુમ થયેલી છોકરીઓને શોધી રહી છે. લોકોને સલામત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે.

ઝાડ પરથી છ લોકોને બચાવી લેવામાં આવ્યા

કેટલાક લોકોને ઝાડ પરથી બચાવી લેવામાં આવ્યા. બોટ અને હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. ટેક્સાસના કેર કાઉન્ટીમાં ભારે પૂર બાદ 800 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે જણાવ્યું હતું કે કામગીરી રાતોરાત ચાલુ રહી અને બીજા દિવસે પણ ચાલુ રહેશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય ટેક્સાસમાં આવેલા પૂરને વિનાશક ગણાવ્યું અને ફેડરલ સહાય આપશે. નેશનલ વેધર સર્વિસે દક્ષિણ-મધ્ય ટેક્સાસ હિલ કન્ટ્રીના કેર કાઉન્ટીના કેટલાક ભાગોમાં અચાનક પૂરની કટોકટી જાહેર કરી છે.

વાવાઝોડાના કારણે ભારે પૂર આવ્યું

સાન એન્ટોનિયોથી લગભગ 105 કિમી ઉત્તરપશ્ચિમમાં આવેલું છે. તોફાનને કારણે થયેલા વરસાદને કારણે ત્યાં ઘણું પાણી ભરાઈ ગયું હતું. નેશનલ વેધર સર્વિસના ઓસ્ટિન/સાન એન્ટોનિયો ઓફિસના હવામાનશાસ્ત્રી બોબ ફોગાર્ટીના જણાવ્યા અનુસાર, પાણી ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે.

સવારના સમયે ગુઆડાલુપ નદી 26 ફૂટ સુધી વધી ગઈ હતી. કેર કાઉન્ટી શેરિફ ઓફિસ ફેસબુક પેજ પર લોકોએ પ્રિયજનોના ફોટા પોસ્ટ કર્યા અને તેમને શોધવામાં મદદ માટે વિનંતી કરી છે. નવ બચાવ ટીમો, 14 હેલિકોપ્ટર અને 12 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

વધુ વરસાદની આશંકા

નેશનલ વેધર સર્વિસના જેસન રુન્યાને જણાવ્યું હતું કે મધ્ય ટેક્સાસમાં ધીમી ગતિએ આગળ વધતા વાવાઝોડાને કારણે વધુ ભારે વરસાદ અને પૂરની અપેક્ષા છે. તેમણે કહ્યું કે આ ખતરો રાતોરાત અને રવિવાર સવાર સુધી ચાલુ રહી શકે છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter