+

ગુજરાતમાં 7 જુલાઈથી ફેસલેસ લર્નિંગ લાઇસન્સ મળશે - Gujarat Post

(પ્રતિકાત્મક ફોટો) ગાંધીનગરઃ ગુજરાતમાં વાહન ચાલકો માટે સારા સમાચાર છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા હવે લાઇસન્સ મેળવવાની પ્રક્રિયામાં નવી શરુઆત કરાશે, આરટીઓ અને પોલિટેકનિકની મદદથી ઘરે બેઠા ફેસ

(પ્રતિકાત્મક ફોટો)

ગાંધીનગરઃ ગુજરાતમાં વાહન ચાલકો માટે સારા સમાચાર છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા હવે લાઇસન્સ મેળવવાની પ્રક્રિયામાં નવી શરુઆત કરાશે, આરટીઓ અને પોલિટેકનિકની મદદથી ઘરે બેઠા ફેસલેસ લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકાશે.

ગુજરાત સરકારના વાહન વ્યવહાર કમિશનર અનુપમ આનંદે માહિતી આપી હતી કે 13 રાજ્યોમાં સફળતાપૂર્વક અમલમાં આવેલી ફેસલેસ લર્નિંગ લાઇસન્સ પ્રણાલી હવે ગુજરાતમાં 7મી જુલાઈથી શરુ કરવામાં આવશે. હવે લર્નિંગ લાઇસન્સ માટે ઉમેદવારોને આરટીઓ, પૉલિટેકનિક કે આઇ.ટી.આઇમાં ફિઝિકલ હાજર રહેવાની જરૂર નહીં રહે. લોકો ઓનલાઇન ફેસલેસ મોડમાં લાઇસન્સ માટે અરજી કરી શકે તેવી સુવિધા ઉપલબ્ધ થશે.

વાહન વિભાગ આગામી દિવસોમાં ફેસલેસ લાઇસન્સ માટેની માર્ગદર્શિકા વેબસાઇટ પર સત્તાવાર જાહેરાત કરશે. વાહન વિભાગ વધુ એક અગત્યનો વિકલ્પ ઊભો કરી રહ્યું છે. જેમાં વીડિયો એનાલિટિક્સ આધારિત આધુનિક ઢબે ડ્રાઇવિંગ લાઇસન્સની સુવિધા મળશે. 

Trending :
facebook twitter