અમેરિકાના પ્રિન્સટનમાં માનવ તસ્કરીના કેસમાં ભારતીય મૂળના 4 લોકોની ધરપકડ

07:23 PM Jul 09, 2024 | gujaratpost

અમેરિકાઃ ટેક્સાસના પ્રિન્સટનમાં માનવ તસ્કરીના કેસમાં ભારતીય મૂળના ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પ્રિન્સટન પોલીસે 24 વર્ષીય ચંદન દાસિરેડ્ડી, 31 વર્ષીય સંતોષ કટકુરી, 31 વર્ષીય દ્વારકા ગુડા અને 37 વર્ષીય અનિલ માલેની પ્રિન્સટનના કોલિન કાઉન્ટીના પડોશમાં જબરદસ્તી મજૂરી યોજના ચલાવવાના આરોપમાં ધરપકડ કરી છે.

પ્રિન્સટન પોલીસને એક જ ઘરમાં રહેતી અંદાજે 15 મહિલાઓ ફ્લોર પર સૂતી મળી આવ્યાં બાદ ધરપકડ કરવામાં આવી હતી. પ્રિન્સટન પોલીસે જણાવ્યું કે કોલિન કાઉન્ટીમાં ગિન્સબર્ગ લેન પરના એક ઘરમાં માનવ તસ્કરી રેકેટ વિશે માર્ચમાં પેસ્ટ કંટ્રોલ વિભાગ તરફથી ફરિયાદ મળ્યાં બાદ તેઓએ તપાસ શરૂ કરી હતી.

પોલીસને આ જાણકારી કેવી રીતે મળી ?

Trending :

પોલીસે જણાવ્યું કે પેસ્ટ કંટ્રોલ વિભાગની ટીમને ગત માર્ચમાં ઘરે બોલાવવામાં આવી હતી, પરંતુ જ્યારે ઈન્સ્પેક્ટર અંદર ગયા તો તેમણે જોયું કે દરેક રૂમના ફ્લોર પર લગભગ 15 મહિલાઓ સૂઈ રહી હતી. ત્યાં મોટી માત્રામાં સૂટકેસ પણ હતી, જે ઘરની અંદર કથિત માનવ તસ્કરી થઈ રહી હતી, ત્યાં ઘણા કમ્પ્યુટર, ઈલેક્ટ્રોનિક્સ અને ધાબળા હતા, પરંતુ ત્યાં કોઈ ફર્નિચર ન હોતું.

લોકોને કામ કરવા દબાણ કરતા હતા

પોલીસે જણાવ્યું હતું કે ઘરમાંથી બચાવી લેવામાં આવેલી 15 મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે તેઓને કટકુરી અને તેની પત્ની દ્વારકા ગુડાની માલિકીની ઘણી નકલી કંપનીઓમાં કામ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

સ્થળ પરથી લેપટોપ અને મોબાઈલ જપ્ત કર્યા છે

ઘણા પુરુષો અને સ્ત્રીઓ બળજબરીથી મજૂરીનો ભોગ બન્યા હતા અને શેલ કંપનીઓ માટે પ્રોગ્રામર તરીકે કામ કરતા હતા. તેમણે કહ્યું કે પ્રિન્સટન, મેલિસા અને મેકકિનીના અન્ય કેટલાક સ્થળો પણ આ કેસમાં સામેલ હતા. તપાસ બાદ તેમણે અન્ય સ્થળ પરથી લેપટોપ અને ફોન સહિતની ઘણી વસ્તુઓ જપ્ત કરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526