વોંશિગ્ટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) એચઆર મેકમાસ્ટરે મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાનની ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI)ની આતંકવાદીઓ સાથે સાંઠગાંઠમાં છે.
તેમણે એ પણ ખુલાસો કર્યો હતો કે તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન વ્હાઇટ હાઉસને ઇસ્લામાબાદને સુરક્ષા સહાય રોકવા પર વિદેશ વિભાગ અને પેન્ટાગોન તરફથી વિરોધનો સામનો કરવો પડ્યો હતો. લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) એચઆર મેકમાસ્ટર ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન NSA હતા.
યુનાઈટેડ સ્ટેટ્સ આર્મીના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ છે જેમણે 2017 થી 2018 સુધી યુનાઈટેડ સ્ટેટ્સના 25મા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે સેવા આપી હતી.
નોંધનિય છે કે આઇએસઆઇ અને આતંકીઓએ મળીને ભારતમાં પણ અનેક મોટો આતંકી હુમલાના ષડયંત્રો કર્યાં હતા, ત્યારે હવે અમેરિકાના પૂર્વ અધિકારીના દાવાથી ફરીથી પાકિસ્તાનનો અસલી ચહેરો સામે આવ્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526