+

UP News: કાનપુરમાં જીમ ટ્રેનર મહિલાની હત્યા બાદ DM બંગલા પાસે દાટી લાશ, 4 મહિના બાદ ખૂલ્યું રહસ્ય- Gujarat Post

કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. ચાર મહિના પહેલા બનેલા હત્યા કેસમાં પોલીસે લાશ કબ્જે કરી છે. હત્યા બાદ મૃતદેહને જિલ્લા મેજીસ્ટ્રેટના બંગલા પાસે ઝાડીમાં દાટી દેવામાં આવ્

કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. ચાર મહિના પહેલા બનેલા હત્યા કેસમાં પોલીસે લાશ કબ્જે કરી છે. હત્યા બાદ મૃતદેહને જિલ્લા મેજીસ્ટ્રેટના બંગલા પાસે ઝાડીમાં દાટી દેવામાં આવ્યો હતો. કાનપુરમાં વેપારીની પત્નીની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી જીમ ટ્રેનરે દાવો કર્યો હતો કે તેણે લાશને જિલ્લા મેજીસ્ટ્રેટના ઘર પાસે દાટી દીધી હતી. આરોપીની કબૂલાત પર સ્થળ પર ખાડો ખોદવામાં આવ્યો હતો, ત્યારે મહિલાની લાશ મળી આવી હતી.

કાનપુરમાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને અન્ય અધિકારીઓના સત્તાવાર નિવાસસ્થાનોનું એક કેમ્પસ છે. હત્યા કર્યા બાદ આરોપીઓએ લાશને આ કેમ્પસમાં જમીનમાં દાટી દીધી હતી. ધરપકડ બાદ પોલીસે કડક પૂછપરછ કરી તો આરોપી વિમલ કુમારે હત્યા અને મૃતદેહને દફનાવી દેવાની આખી વાત કહી. જ્યારે પોલીસે ખાડો કર્યો ત્યારે લાશ મળી આવી હતી.

ચાર મહિના પહેલા જીમ ટ્રેનર વિમલ કુમારે વેપારીની પત્નીને લાલચ આપીને તેનું અપહરણ કર્યું હતું. હત્યા બાદ જીમ ટ્રેનર મહિલાને ખાડામાં દાટીને લાખોની કિંમતના દાગીના અને રોકડ લઈને ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલો કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસે પ્રેસ રિલીઝ બહાર પાડીને મૃતદેહ મળ્યાની પુષ્ટિ કરી હતી. પોલીસ નિવેદનમાં જણાવવામાં આવ્યું કે કાનપુરના કોતવાલી નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસના આરોપી વિમલ કુમાર ઉર્ફે વિમલ સોનીની ધરપકડ કરવામાં આવી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter