વડોદરામાં સ્કૂટર પર મગરને લઇને જતા બે યુવકોનો વીડિયો વાઇરલ, જાણો શું હતો મામલો ?

10:31 AM Sep 02, 2024 | gujaratpost

વડોદરાઃ પૂર બાદ ગુજરાતમાં સ્થિતિ સામાન્ય થવા લાગી છે. વડોદરામાં વન વિભાગના અધિકારીઓએ 40 મગરોને બચાવ્યાં છે. બચાવ કાર્યમાં ઘણી સંસ્થાઓ સહયોગ કરી રહી છે. દરમિયાન વડોદરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. વીડિયોમાં બે યુવકો સ્કૂટર પર મગરને લઈને જતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

મગરને લઈ જનારા યુવકો કોણ છે ?

મગરને સ્કૂટર પર લઈ જનારા યુવકોની ઓળખ સંદીપ ઠાકોર અને રાજ ભાવસાર તરીકે થઈ છે. બંને વડોદરામાં પ્રાણી બચાવ કામગીરીનો ભાગ છે. બંને મગરને વન વિભાગની કચેરીએ લઈ જઈ રહ્યાં હતા. ત્યારે રસ્તામાં કોઈએ વીડિયો બનાવ્યો હતો. વડોદરામાં અત્યાર સુધીમાં 40 મગરોને બચાવવામાં આવ્યાં છે. જેમાંથી 33 નદીમાં છોડવામાં આવ્યાં છે. 2 નાં મોત થયા છે. પાંચ હજુ પણ બચાવ કેન્દ્રમાં છે.

નદીમાં પૂરના કારણે મગરો રહેણાંક વિસ્તારોમાં પહોંચી ગયા હતા

ભારે વરસાદને કારણે વડોદરાના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ શહેર વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું છે. આ નદીમાં મોટી સંખ્યામાં મગરો રહે છે. પૂરના કારણે મગરો રહેણાંક વિસ્તારોમાં પહોંચી ગયા હતા. વન વિભાગની ટીમ વિવિધ સંસ્થાઓના સહયોગથી હવે તેમને તેમના કુદરતી રહેઠાણમાં છોડી મુકવામાં આવ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526