રાજકોટમાં 24 કલાકમાં બે યુવાનોના હાર્ટએટેકથી મોત- Gujarat Post

11:18 AM May 03, 2023 | gujaratpost

(મૃતક અમિત વસંતભાઈ ચૌહાણની તસવીર)

રાજ્યમાં હાર્ટએેટેકથી મોતનું વધી રહ્યું છે પ્રમાણ

યુવાનોમાં વધી રહ્યાં છે હાર્ટએટેક

રાજકોટઃ રાજ્યમાં છેલ્લા બે-ત્રણ મહિનામાં યુવાનોમાં હાર્ટએટેકથી મોતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં બે લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. જીવનદીપ સોસાયટીમાં રહેતા લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ સચિનભાઈ મણિયારને વહેલી સવારે હાર્ટએટેક આવ્યો હતો. જેમાં તેમનું નિધન થયું હતું.

રાજકોટમાં ગઈકાલે હાર્ટએટેકથી અમિત વસંતભાઈ ચૌહાણ નામના 36 વર્ષના યુવાનનું મોત થયું હતું.મૃતક યુવક રાજકોટના મવડીની શ્રીનાથજી સોસાયટીમાં રહેતો હતો. કારખાનેદાર યુવાન અમિત વસંતભાઈ ચૌહાણ પિતરાઈ ભાઈને ત્યાં લગ્નમાં ગયા હતા. દાંડીયારાસ પૂર્ણ કરી ઘરે આવતા હાર્ટ એટેક આવતાં મૃત્યુ પામ્યા હતા. યુવકના મોતથી લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો હતો.

કોરોના બાદ રાજ્યમાં હાર્ટએટેકથી મોતના કિસ્સાઓ વધી રહ્યાં છે. જેને કેટલાક લોકો રસીની આડ અસર તરીકે પણ ગણાવી રહ્યાં છે. જો કે આ વાતમાં કોઇ તથ્ય છે કે નહીં તે હજુ સુધી સાબિત નથી થયું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post