હળવદમાં ટ્રેનની અડફેટે આવતા બે બાળકોનાં મોત, પરિવારમાં આક્રંદ

11:20 AM Dec 17, 2024 | gujaratpost

(FILE PHOTO)

મોરબીઃ હળવદમાં ટ્રેનની અડફેટે આવી જતા બે બાળકોનાં મોત થયા છે. આ ઘટનામાં બાળકોની માતાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાને પગલે પોલીસ સહિત રેલવે વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

મોરબીના હળવદમાં રણજિતગઢ અને કેદારીયા વચ્ચેનો રેલવે ટ્રેક ક્રોસ કરવા જતા માતા સહિત બાળકો ટ્રેનની અડફેટે આવી જતા 2 બાળકોના મોત થયા છે. જેમાં ગોપીબેન બજાણીયા (ઉ.વ-5), નિકુલ બજાણીયા (ઉ.વ-3)નું મોત નિપજ્યું હતું.

જ્યારે માતા મંગુબેનને ગંભીર ઈજા પહોંચતા મોરબીમાં હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં દોઢ વર્ષના બાળકનો બચાવ થયો હતો. આ ઘટનાને પગલે પોલીસ સહિત રેલવે વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++