હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે ઠંડીમાં વધારો
અમદાવાદઃ રાજ્યમાં શિયાળાએ રંગ જમાવી દીધો છે. કચ્છમાં આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે, જ્યારે 15 જેટલા શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રી આસપાસ પહોંચી ગયો છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 5 દિવસ સુધી રાજ્યના ઘણા ભાગોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ભારતીય હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે.
બીજી તરફ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ઠંડીને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલના કહેવા મુજબ, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તેની અસરના ભાગરૂપે આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે. રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. જોકે, સવારના સમયે ઠંડી યથાવત રહેશે.
26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જેને કારણે 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે. 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે. કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. જાન્યુઆરી માસ ઠંડો રહી શકે છે. એટલે કે આ મહિનામાં કાતિલ ઠંડી પડશે.
હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરતા જણાવ્યું કે આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની અને પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાવાની સંભાવના છે, જેને લઈને ઠંડીનો ચમકારો હજુ યથાવત રહેશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/