ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત

11:35 AM Mar 26, 2024 | gujaratpost

ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત

12 વિદ્યાર્થીઓ ગ્રુપ સાથે વડતાલ આવ્યાં હતા

વિધાનગરની એમ.વી.પટેલ કોલેજના હતા વિદ્યાર્થીઓ

ખેડાઃ રાજ્યમાં ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાઇ ગયો છે. ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત થયા છે. વિદ્યાનગરથી 12 વિદ્યાર્થીઓ વડતાલ આવ્યાં હતા. જેમાંથી પાંચ વિદ્યાર્થીઓ ગોમતી તળાવમાં ન્હાવા પડ્યાં હતા, જેમાથી 3 વિદ્યાર્થીઓનાં ડૂબી જવાથી મોત થયા છે. વ્હાલસોયા પુત્રોના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.

રાજ્યામાં એક જ દિવસમાં અલગ-અલગ જગ્યાએ પાણીમાં ડૂબી જવાથી 8 લોકોનાં મોત થયા છે. ભાવનગરના તળાજાના મણાર ગામે નદીમાં ન્હાવા પડેલા ત્રણ યુવકોના મોત થયા છે. ત્રણેય યુવકોના વસ્ત્રો નદીકાંઠેથી મળી આવતા ગ્રામજનોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જે બાદ ફાયર વિભાગની ટીમે મૃતદેહો શોધવાની કામગીરી હાથ ધરી હતી.

ડીસામાં બાલારામ નદીમાં નદીમાં ન્હાવા પડેલા બે યુવકો મોત થયા છે. યુવકો નદીમાં ન્હાવા પડ્યા હતા અને પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. બન્ને યુવકોના મૃતદેહ સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા હતા. પોલીસે બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલ્યાં હતા.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post