વોશિંગ્ટનઃ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા તેમના કેબિનેટ સ્તરના ઘણા નોમિની અને તેમના સભ્યો જેમાં ટોચના વહીવટી હોદ્દાઓ પર નિમણૂંક કરવામાં આવી છે, તેમને ધમકીઓ મળી રહી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધમકી આપનારાઓએ આ બધાને બોમ્બથી ઉડાવી દેવાની ચેતવણી આપી છે. જેના કારણે અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. મામલાની ગંભીરતાને સમજીને FBIએ તપાસ શરૂ કરી છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવક્તાએ બુધવારે ટ્રમ્પ કેબિનેટના નામાંકિત સભ્યો અને અન્યો સામે ધમકીઓ મળવા અંગે આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે કાયદા અમલીકરણ એજન્સીઓએ તે ધમકીઓ સામે કાર્યવાહી કરી છે. નામાંકિત અને નિયુક્ત સભ્યોને ધમકીઓ મળી રહી છે. લક્ષિત લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા કાયદા અમલીકરણ અને અન્ય અધિકારીઓએ તાત્કાલિક પગલાં લીધાં છે. હવે આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે કે ટ્રમ્પની કેબિનેટને ધમકી આપનારા કોણ છે ?
ટ્રમ્પની કેબિનેટના એક સભ્યએ પુષ્ટિ કરી છે
એફબીઆઈએ કહ્યું કે તેમને બોમ્બની અનેક ધમકીઓ અને ગોળીબારની માહિતી મળી છે. એજન્સીએ તમામ મામલાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી છે. ટ્રમ્પના કેબિનેટના નામાંકિત ઉમેદવારોમાંના એક એલિસ સ્ટેફનિકે કહ્યું કે તેમને ન્યૂયોર્કમાં તેમના નિવાસસ્થાને બોમ્બની ધમકી મળી છે. જ્યારે તેમને આવી ધમકી મળી ત્યારે તે તેમના પતિ અને બાળકો સાથે વોશિંગ્ટન ડીસીથી ઘરે જઈ રહ્યાં હતા. એલિસને ટ્રમ્પ દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં યુએસ એમ્બેસેડર તરીકે નોમિનેટ કરવામાં આવ્યાં છે.
ટ્રમ્પે જનરલ કેલોગને યુક્રેન અને રશિયા માટે વિશેષ દૂત તરીકે નિયુક્ત કર્યા છે
ડોનાલ્ડ ટ્રમ્પે નિવૃત્ત યુએસ જનરલ કીથ કેલોગને રશિયા અને યુક્રેન માટે વિશેષ દૂત તરીકે નામાંકિત કર્યા છે. ટ્રમ્પે બુધવારે કહ્યું, હું જનરલ કીથ કેલોગને રાષ્ટ્રપતિના સહાયક અને યુક્રેન અને રશિયા માટે વિશેષ દૂત તરીકે નોમિનેટ કરીને ખૂબ જ ખુશ છું. ચૂંટાયેલા પ્રમુખે કહ્યું કે, કીથની સૈન્ય અને વ્યવસાયિક કારકિર્દી ઉત્કૃષ્ટ છે. તે શરૂઆતથી મારી સાથે છે. અમે સાથે મળીને અમેરિકા અને વિશ્વને ફરીથી સુરક્ષિત બનાવીશું!
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/