ત્રીજી વખત મોદી સરકાર બનતા જ આતંકી હુમલા વધી ગયા, કાશ્મીરમાં ત્રીજો આતંકી હુમલો, 5 જવાનો ઘાયલ

10:24 AM Jun 12, 2024 | gujaratpost

શ્રીનગરઃ મોદીની વડાપ્રધાન પદની શપથવિધીના દિવસથી જ આતંકવાદીઓએ હુમલા શરૂ કરી દીધા છે. જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાંથી આતંકી હુમલાના સમાચાર આવી રહ્યાં છે, જ્યાં આતંકવાદીઓએ એક પોલીસ ચોકી પર ગોળીબાર કર્યો છે. સામે પોલીસ અને સેના પણ જવાબી કાર્યવાહી કરી રહી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે જિલ્લાના ચતરગાલા વિસ્તારમાં 4 રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસની સંયુક્ત ચોકી પર હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં સુરક્ષાકર્મીઓ જવાબી કાર્યવાહી કરી રહ્યાં હતા અને એન્કાઉન્ટર શરૂ થયું હતું. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.

હુમલામાં જવાનો ઘાયલ થયા

ચતરગાલા વિસ્તારમાં 4 રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસની સંયુક્ત ચોકી પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં સુરક્ષા જવાનોએ કાર્યવાહી કરી હતી, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. ડોડામાં થયેલા આ આતંકી હુમલામાં જવાનો ઘાયલ થયા છે, જ્યારે આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે સુરક્ષા દળોએ કઠુઆ જિલ્લામાં ગઈકાલે સાંજે ઈન્ટરનેશનલ બોર્ડર (IB) નજીકના એક ગામમાં હુમલો કરનારા આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આતંકીઓના હુમલામાં એક નાગરિક ઘાયલ થયો હતો.

Trending :

સૈનિકોની ચાલુ સારવાર

ઘાયલ જવાનોને સારવાર માટે ભાદરવાહની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH)માં લાવવામાં આવ્યાં છે. આ હુમલાથી તે વિસ્તારની સુરક્ષા અંગે ચિંતા વધી છે, હાલમાં સુરક્ષા દળો દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. 

પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો

પોલીસે કહ્યું કે સુરક્ષા દળોએ કઠુઆ ઓપરેશનમાં એક પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યો છે. રવિવારે આતંકવાદીઓએ ભક્તોથી ભરેલી બસ પર ગોળીબાર કર્યો હતો, જે પોની વિસ્તારના તેરાયથ ગામ પાસે શિવ ઘોડી મંદિરથી કટરા જઈ રહી હતી. આ હુમલા બાદ બસ ખાડામાં પડી ગઈ હતી. આ ઘટનામાં 10 લોકોનાં મોત થયા હતા અને 41 લોકો ઘાયલ થયા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526