પ્રજાસત્તાક દિવસ પર સન્માન, IPS અધિકારીઓ સહિત ગુજરાત પોલીસના 18 જવાનો પ્રેસિડેન્ટ-વિશિષ્ટ સેવા મેડલ માટે પસંદ થયા

09:52 PM Jan 27, 2024 | gujaratpost

(વધુ માહિતી માટે PDF ડાઉનલોડ કરો)

ગાંધીનગરઃ ગુજરાત પોલીસના 18 જવાનોને પ્રેસિડેન્ટ-વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે, પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા આ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય વીરતા અને સેવા મેડલો માટે નામો જાહેર કર્યાં છે. 26 જાન્યુઆરી 2024ના રોજ 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે, ત્યારે આ મેડલ જવાનોને એનાયત કરાશે.

બે પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ અને બાકીના પોલીસ કર્મીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે, તેમની સારી કામગીરીને ધ્યાનમાં રાખીને આ સન્માન આપવામાં આવશે.

5 IPS અધિકારીઓને મળ્યું સન્માન

અમદાવાદ રેન્જ IG પ્રેમવીરસિંઘ, SPGમાં ફરજ બજાવતા રાજીવ રંજન, અમદાવાદ ટ્રાફીકના એડિશનલ પોલીસ કમિશનર નરેન્દ્ર ચૌધરી, બીએસએફના ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંઘ પવાર અને રાઘવેન્દ્ર વત્સને રાષ્ટ્રપતિના હસ્તે આ સન્માન મળશે, આ ઉપરાંત અન્ય જવાનોને પણ નવાજવામાં આવશે. કુલ 17 જવાનોને મેડલ મળશે.

SRP નડીઆદમાં ફરજ બજાવતા ડીવાયએસ શશીભૂશન શાહ, ભરૂચના ASI પ્રદીપ મોઘેને વિશિષ્ટ મેડલ

વડોદરા SRP ડીવાયએસ કિરીટ ચૌધરી, PSI દિલીપસિંહ ઠાકોર, અલ્તાફખાન પઠાણ, કમલેશસિંહ ચાવડા, શૈલેષ પટેલ, યોગેન્દ્રસિંહ રાઠોડને મેડલ

ASI શૈલેષ દુબે, જલુભાઈ દેસાઈ, જયેશ પટેલ, અભેસિંગ રાઠવા, સુખદેવ ડોડીયાને પોલીસ ચંદ્રક

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post