+

રાજ્ય સરકારે મહેસૂલ વિભાગના 39 મામલતદારોની બદલી કરી

ગાંધીનગરઃ મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મામલતદાર, વર્ગ-2 સંવર્ગમાં ફરજ બજાવતા 39 અધિકારીઓની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટ કલેક્ટર કચેરીના PRO, જમીન સંપાદન મામલતદાર, ધોરાજી, લીલીય

ગાંધીનગરઃ મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મામલતદાર, વર્ગ-2 સંવર્ગમાં ફરજ બજાવતા 39 અધિકારીઓની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટ કલેક્ટર કચેરીના PRO, જમીન સંપાદન મામલતદાર, ધોરાજી, લીલીયા, મોરબી અને દ્વારકા સહિતના મામલતદારોની બદલી કરાઈ છે.

મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશ મુજબ આ તમામ અધિકારીઓને તેમના હાલના કાર્યસ્થળ પરથી તાત્કાલિક અસરથી બદલી કરીને તેમને નવા સ્થળે નિમણૂંક આપવામાં આવી છે. આ બદલીના આદેશોનો હેતુ વહીવટી નિયંત્રણ જાળવવાનો અને રાજ્યભરમાં મહેસૂલી કામગીરીને વધુ અસરકારક બનાવવાનો છે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter