+

દિલ્હી બોમ્બ વિસ્ફોટોનું ષડયંત્ર કોણે કર્યું હતું ? તપાસમાં માસ્ટર માઇન્ડનું નામ આવ્યું બહાર

નવી દિલ્હીઃ લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસ હવે તેના માસ્ટર માઇન્ડ્સ સુધી પહોંચી રહી છે. જેમાં શોપિયાના રહેવાસી મૌલાના ઇરફાનનું નામ સામે આવ્યું છે. માહિતી મળી છે કે ઇરફાન દેશના વિવિધ ભાગોમાં

નવી દિલ્હીઃ લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસ હવે તેના માસ્ટર માઇન્ડ્સ સુધી પહોંચી રહી છે. જેમાં શોપિયાના રહેવાસી મૌલાના ઇરફાનનું નામ સામે આવ્યું છે. માહિતી મળી છે કે ઇરફાન દેશના વિવિધ ભાગોમાં બોમ્બ વિસ્ફોટોની યોજના બનાવી રહ્યો હતો. તેને ડૉ. મુઝમ્મિલ સહિત ઘણા લોકોનું બ્રેઈનવોશ કર્યું હતું. તે પાકિસ્તાન અને અન્ય દેશોમાં સ્થિત હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતો. 

મૌલાના ઇરફાન કોણ છે ?

મૌલાના ઇરફાન ઉર્ફે મૌલવી અને ડૉ.મુઝમ્મિલ શકીલની પૂછપરછમાં બહાર આવ્યું કે મૌલાના ઇરફાન જમ્મુ- કાશ્મીરના શોપિયાના નદીગામનો રહેવાસી છે. તે 28 વર્ષનો છે અને મુફ્તી તરીકે કામ કરે છે. તે AGUH આતંકવાદી હાફિઝ મુઝમ્મિલ તાંત્રે સાથે ગાઢ સંપર્કમાં હતો, જે 2021 માં સુરક્ષા દળો દ્વારા માર્યો ગયો હતો. મૌલવી તેના સતત સંપર્કમાં હતો. 2021 માં મુઝમ્મિલ તાંત્રેએ ત્રણ નામ જાહેર કર્યા અને ગાઝી, હાશિમ અને એક વધુ નામ જેવા વોટ્સએપ નામો દ્વારા પોતાને AGUH ના કમાન્ડર તરીકે વર્ણવ્યો હતો.

ટેલિગ્રામ દ્વારા વાતચીત થતી હતી

માહિતી અનુસાર એક મહિના પછી ડૉ. મુઝમ્મિલનો સંપર્ક બીજા એક આતંકવાદીએ કર્યો જેણે પોતાને AGUH ના સેકન્ડ-ઇન-કમાન્ડ તરીકે ઓળખાવ્યો હતો. 2022 માં ડૉ. મુઝમ્મિલે આદિલનો પરિચય એક મૌલવી સાથે કરાવ્યો હતો. ઉમર પણ તેને ત્યાં મળ્યો હતો. ત્રણેય પોતાનું કાશ્મીરી સંગઠન બનાવવા માંગતા હતા. આરિફ કુરાનના વર્ગો ચલાવતો હતો અને લોકોને આતંકવાદ તરફ કટ્ટરપંથી બનાવી રહ્યો હતો. હાશિમ જુદા જુદા સમયે તે બધાને હથિયારો પૂરા પાડતો હતો અને ટેલિગ્રામ દ્વારા વાતચીત કરતો હતો.

મુઝમ્મિલના આતંકવાદી સાથે કનેકશન

ડૉ.મુઝમ્મિલ હાલમાં અલ ફલાહ યુનિવર્સિટીમાં ચીફ મેડિકલ ઓફિસર તરીકે પોસ્ટેડ હતો, તેને વાર્ષિક આશરે 9-10 લાખ રૂપિયાનો પગાર મળતો હતો. ડૉ. મુઝમ્મિલનો મિત્ર મુફ્તી ઇરફાન અહેમદ એક મૌલવી છે. તેનાથી 2021 માં મુઝમ્મિલ આતંકવાદ તરફ દોરી ગયો હતો, તેમનને ઉશ્કેરણીજનક ઘણા પોસ્ટરો અને વીડિયો બતાવવામાં આવ્યાં હતા.  

ડૉ. મુઝમ્મિલે ઉમરને પૈસા આપ્યાં હતા

ડૉ. ઉમરે બધા દસ્તાવેજો અને સામાન પૂરો પાડ્યો હતો, ડૉ. મુઝમ્મિલે પૈસા ઉમરને આપી દીધા હતો. આદિલ મુઝમ્મિલ શાહીન અને અન્ય લોકોએ મળીને કુલ 26 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. આ રકમ ઉમરને રોકડમાં આપવામાં આવી હતી. તેણે હરિયાણાના નૂહના ગુરુગ્રામથી રૂ.300,000 ની કિંમતનું 26 ક્વિન્ટલ NPK ખાતર ખરીદ્યું હતું. તેનો ઉપયોગ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) બનાવવા માટે કરવામાં આવ્યો હતો. ઉમરે આ માટે બધી સામગ્રી ખરીદી લીધી.

આ અંગે વિવાદ થયો હતો

ડૉ. મુઝમ્મિલ અને ઉમર વચ્ચે નાણાકીય વિવાદ પણ થયો હતો, જ્યારે ડૉ. મુઝમ્મિલે 26 લાખ રૂપિયાનો હિસાબ માંગ્યો હતો. ડૉ. મુઝમ્મિલે તેને કહ્યું કે પૈસાનો હિસાબ આપ અથવા પૈસા પરત કરો, ઉમરે ડૉક્ટરને બધી જ સામગ્રી આપી દીધી હતી. ત્રણ મહિના પહેલા, ઉમરે એક સિગ્નલ ગ્રુપ બનાવ્યું હતું, તેમાં બે થી ચાર લોકોને ઉમેર્યા હતા. શાહીના પાસેથી મળેલા હથિયારો પણ ઉમરને નહીં પણ તેને પૂરા પાડવામાં આવ્યાં હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter