+

યુદ્ધનો અંત ! ઇઝરાયલે 90 પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કર્યા, હમાસે પણ 3 ને છોડ્યાં

ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલું યુદ્ધ રવિવારે બંધ થઈ ગયું છે. આ સાથે ગાઝામાં ચાલી રહેલો વિનાશ અટકી ગયો છે. યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસ દ્વારા 3 ઈઝરાયેલના બંધકોને મુક્ત કરવામાં આવ્ય

ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલું યુદ્ધ રવિવારે બંધ થઈ ગયું છે. આ સાથે ગાઝામાં ચાલી રહેલો વિનાશ અટકી ગયો છે. યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસ દ્વારા 3 ઈઝરાયેલના બંધકોને મુક્ત કરવામાં આવ્યાં છે અને તેઓ ઈઝરાયેલ પહોંચી ગયા છે. જે બંધકોને મુક્ત કરવામાં આવ્યાં છે તે તમામ મહિલાઓ છે. હવે કરાર હેઠળ, ઇઝરાયેલે 90 પેલેસ્ટાઈન કેદીઓને પણ મુક્ત કર્યા છે.

ઇઝરાયેલ દ્વારા ધરપકડ કરાયેલા મોટાભાગના પેલેસ્ટાઈન કેદીઓમાં મહિલાઓ અને નાના બાળકોનો સમાવેશ થાય છે. ઈઝરાયેલે આ યાદીમાં સામેલ તમામ લોકોને દેશની સુરક્ષા સાથે સંબંધિત ગુનાઓ માટે અટકાયતમાં લીધા હતા, જેમાં પથ્થર ફેંકવાથી લઈને હત્યાના પ્રયાસ જેવા ગંભીર આરોપો સામેલ હતા.

અન્ય કેદીઓને ક્યારે મુક્ત કરવામાં આવશે ?

જો ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ ચાલુ રહે છે, તો કેદીઓની અદલાબદલીનો આગળનો તબક્કો 25 જાન્યુઆરીએ થશે, જે પહેલાથી નિર્ધારિત છે. આગામી વિનિમયમાં હમાસ 4 ઇઝરાયેલી મહિલા બંધકોને મુક્ત કરશે. આ પછી, ઇઝરાયેલ દરેક બંધકના બદલામાં 30-50 પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કરશે.

કરારની શરતો શું છે ?

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો કુલ 42 દિવસ સુધી ચાલી શકે છે. હમાસની શરત છે કે યુદ્ધવિરામ ડીલના પ્રથમ તબક્કામાં ઇઝરાયેલની સેના ગાઝા સરહદથી 700 મીટર પાછળ તેના વિસ્તારમાં ખસી જશે. યુદ્ધવિરામ ડીલના પ્રથમ તબક્કામાં હમાસ 5 મહિલાઓ સહિત 33 બંધકોને મુક્ત કરી શકે છે. બીજી તરફ ઈઝરાયેલ બદલામાં સેંકડો પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કરશે. 15 દિવસ પછી, હમાસ બાકીના બંધકોને મુક્ત કરશે. આ દરમિયાન બંને પક્ષો કાયમી યુદ્ધવિરામ અંગે વાત કરશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter