રાજ શેખાવતે કહ્યું લોરેન્સનું એન્કાઉન્ટર કરનાર પોલીસકર્મીને આટલું ઇનામ આપીશ

01:01 PM Oct 22, 2024 | gujaratpost

અમદાવાદઃ કરણી સેનાના રાજ શેખાવતે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરવાની માંગ સાથે એક વીડિયો સોશિયલ મીડિયામાં પર વાયરલ કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે હું માત્ર એટલું જ જાણું છું કે આપણા વિરાસતના સૌથી આદરણીય અમર શહીદ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા લોરેન્સ બિશ્નોઈ દ્વારા કરવામાં આવી હતી.

જે કોઈ પણ પોલીસકર્મી લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરશે તેને 1 કરોડ 11 લાખ 11 હજાર 111 રૂપિયા ઈનામમાં આપવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું કે તે બહાદુર પોલીસકર્મીના પરિવારની સુરક્ષા અને સંપૂર્ણ વ્યવસ્થાની ફરજ પૂરી પાડશે. વીડિયોના અંતમાં રાજ શેખાવત કહે છે ‘જય મા કરણી.

લોરેન્સ બિશ્નોઈ હાલમાં સાબરમતી જેલમાં બંધ છે, તેને સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી છે. આ પહેલા પણ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે વડોદરામાં લોરેન્સના એન્કાઉન્ટરની માંગ કરી હતી. તેમણે સવાલ કર્યો કે કેન્દ્ર સરકાર આવા ગુંડાઓને શા માટે આશ્રય આપે છે ? રાજ શેખાવત આ દિવસોમાં મધ્ય ગુજરાતના પ્રવાસે છે. તેમને ક્ષત્રિય મહાસંમેલનમાં આવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે NCP નેતા બાબા સિદ્દીકીની તાજેતરમાં થયેલી હત્યાની જવાબદારી પણ બિશ્નોઈ ગેંગે લીધી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++