પૂંછમાં આતંકવાદીઓએ એરફોર્સના વાહનો પર કર્યો અંધાધૂંધ ગોળીબાર, એક જવાન શહીદ, ચાર ઘાયલ

10:47 AM May 05, 2024 | gujaratpost

પૂંછઃ શનિવારે સાંજે લગભગ 6.15 કલાકે પૂંછ જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં એરફોર્સના કાફલા પર આતંકવાદીઓ દ્વારા થયેલા હુમલામાં એક જવાન શહીદ થયો હતો. અન્ય ચાર ઘાયલ થયા છે. આતંકવાદીઓએ કાફલાના બે વાહનોમાંથી એકને નિશાન બનાવ્યું અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. વાયુસેનાના પ્રવક્તાએ ટ્વિટર પર જણાવ્યું કે આતંકવાદીઓ સાથેની અથડામણમાં પાંચ જવાનો ઘાયલ થયા છે. તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. સારવાર દરમિયાન એક જવાન શહીદ થયા હતા. સ્થાનિક સૈન્ય એકમો દ્વારા વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

શશીધર પાસે આતંકવાદીઓએ લશ્કરી વાહનો પર હુમલો કર્યો હતો. એરફોર્સના બે વાહનો સુરનકોટ વિસ્તારમાં સનાઈ ટોપ પર પાછા ફરી રહ્યાં હતા. વાહનો આવતાની સાથે જ આતંકીઓએ પહેલેથી જ એક વાહનને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો. હુમલા બાદ ભારતીય સેનાની વધારાની ટુકડીઓ પૂંછના જરાવલી ગલી પહોંચી ગઈ છે.

ડિસેમ્બર બાદ પૂંછમાં ત્રીજો હુમલો

આ પહેલા 12 જાન્યુઆરીએ આતંકવાદીઓએ કૃષ્ણા ઘાટી વિસ્તારમાં સૈન્યના વાહનોને નિશાન બનાવ્યાં હતા, જેમાં ચાર જવાનો શહીદ થયા હતા. આ પહેલા 22 ડિસેમ્બર 2023ના રોજ ડેરા કી ગલી વિસ્તારમાં લશ્કરી વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો હતો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આતંકવાદી હુમલાને શરમજનક ગણાવ્યો અને સૈનિકના બલિદાન પર શોક વ્યક્ત કર્યો હતો. હું શહીદ સૈનિકને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમના શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. આ હુમલામાં ઘાયલ થયેલા જવાનો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526