મૃતકોમાં કોલેજના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ
તેલંગાણાઃ રંગા રેડ્ડી જિલ્લામાં રવિવારે સવારે ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. ચેવેલા મંડલના ખાનપુર ગેટ પાસે રાજ્ય પરિવહન નિગમ (TGSRTC) ની બસ અને ડમ્પર વચ્ચે અથડામણ થતાં 17 લોકોનાં મોત થઇ ગયા છે.
પોલીસના જણાવ્યાં મુજબ ટ્રક ખોટી દિશામાંથી આવી રહી હતી અને સીધી બસ સાથે અથડાઈ ગઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે, બસનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો બચાવકાર્યમાં જોડાઈ ગયા અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ચેવેલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
તેલંગાણાના પરિવહન મંત્રી પોન્નમ પ્રભાકરે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી હતી. તેમણે RTCના મેનેજિંગ ડિરેક્ટર નાગી રેડ્ડી અને રંગા રેડ્ડીના જિલ્લા કલેક્ટર સાથે ફોન પર વાત કરીને ઘાયલોને તાત્કાલિક તબીબી સારવાર પૂરી પાડવાની સૂચના આપી હતી.