+

ધાનાણીએ કહ્યું આપ અને બાપે જગતના તાતને બારોબાર ગીરવે મુકવાનુ ષડયંત્ર રચ્યું, ઇટાલીયાએ આપ્યો જવાબ

ખેડૂતો મુદ્દે હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આમને સામને  ગોપાલ ઇટાલીયાએ સરકાર પાસે હેક્ટર દીઠ 50 હજાર રૂપિયાની સહાયની માંગ કરી હતી  હેક્ટરના 50 હજાર રૂપિયા એટલે એક વીઘાના માત્ર 8 હજાર

ખેડૂતો મુદ્દે હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આમને સામને 

ગોપાલ ઇટાલીયાએ સરકાર પાસે હેક્ટર દીઠ 50 હજાર રૂપિયાની સહાયની માંગ કરી હતી 

હેક્ટરના 50 હજાર રૂપિયા એટલે એક વીઘાના માત્ર 8 હજાર જ થાય, સહાય અમારા ખેડૂતો જ નક્કિ કરશે, આપ વાળા નહીંઃ ધાનાણી 

તમારે વેચાઇ જવું હોય તો વેચાઇ જાઉં, ગોપાલ ઇટાલીયા પર ધાનાણીનો કટાક્ષ 

ખેડૂતોના સમર્થન માટે આપના ગોપાલ ઇટાલીયા અને કોંગ્રેસના પરેશ ધાનાણી વચ્ચે હોડ જામી 

અમરેલીઃ રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનીના વળતર મુદ્દે અમરેલી કૉંગ્રેસ દ્વારા ખેડૂત સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં અમરેલી કૉંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે ભાજપ અને આપ પર આકરા પ્રહાર કર્યા હતા.કૉંગ્રેસના નેતાઓ અને ખેડૂતોએ રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરતા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં તેમણે મામલતદારને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની માંગણી કરી હતી. પરેશ ધાનાણીએ કપાસ અને મગફળીના ટોપલા મામલતદારને અર્પણ કરીને ખેડૂતોના કર્મ ફૂટ્યા હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો.

પૂર્વ વિપક્ષ નેતા અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ કહ્યું, ભીખ નહી, અધિકાર જોઈએ. સરકારના ખોળે બેસવા માટે તમારા ભાવ નક્કી કરો એનો વાંધો નહી, પણ ગુજરાતના ખેડૂતોને બારોબાર ગીરવે મુક્યા તો તમારી ખેર નથી ! કમોસમી માવઠાની મોકાણથી તમામ પાક ઉપજો સંપૂર્ણ નાશ પામી છતાં પાક નુકસાનીના વળતર પેટે જો માત્ર રૂ. 8,000 જેટલી સરકારી ભીખ ચૂકવાય તોય, દાદાના દરબારમા ઉઘાડા પગે હાલીને મુજરો કરવાની આપ ની જાહેરાત ! શું આપ અને બાપે ભેગા મળીને ખુદ જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહેલા જગતના તાતને જ બારોબાર ગીરવે મુકવાનુ ષડયંત્ર રચ્યું છે ? મને વિશ્વાસ છે કે ગુજરાતનો ખેડુ કોઈ નેય કુલડીમાં ગોળ ભાંગવા નહીં દે..!

અમરેલી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ અને સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભાજપના ધારાસભ્યને અભિનંદન પાઠવ્યાં હતા. દુધાતે સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીને કમોસમી માવઠાથી પીડિત ખેડૂતો માટે સરકારમાં પત્ર પાઠવવા બદલ બિરદાવ્યાં હતા. તેમણે કહ્યું, કુમાર કાનાણીના માતા-પિતાને લાખ લાખ વંદન. આ ભાજપ કૉંગ્રેસની વાત નથી, આ ખેડૂતોને બચાવવાની વાત છે, માટે કુમાર કાનાણીને દિલથી અભિનંદન આપું છું. 

 

facebook twitter