ટંકારા જુગારધામ કેસમાં પોલીસે 51 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાનો ઘટસ્ફોટ, પીઆઇ, કોન્સ્ટેબલ સસ્પેન્ડ

12:15 PM Dec 13, 2024 | gujaratpost

રાજકોટ: જાણીતા ઝવેરી ભાસ્કર પારેખ સહિતના પ્રતિષ્ઠિત લોકોને જુગારના ખોટા કેસમાં ફસાવીને અંદાજે 51 લાખ રૂપિયાનો તોડ કરવાના કેસમાં પોલીસ ઇન્સ્પેક્ટર વાય કે ગોહિલ અને રાઇટર મહિપતસિંહ સામે મોરબી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગેની અરજી ડીજીપીને કરવામાં આવી  હતી. જેન તપાસ સ્ટેટ મોનીટરીંગસેલના એસપી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી હતી. જેમાં આ ઘટસ્ફોટ થયો હતો.

મોરબીના ટંકારાના રિસોર્ટમાં પ્રતિષ્ઠિત ઘરના લોકોને ખોટા કેસમાં ફસાવાની ધમકી આપીને રૂપિયા 51 લાખ પડાવી લીધા હતા. તેમજ તેમને માર નહીં મારવાના, લોકઅપમાં નહીં મૂકવાના અને પ્રેસનોટ જાહેર નહીં કરવાના પોલીસે પૈસા પડાવ્યાં હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. જ્યારે આ સમગ્ર કેસની તપાસ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલે સીસીટીવી અને સાહેદોના નિવેદનો લઈને પોલીસની કરતૂતનો ભાંડો ફોડ્યો હતો.

લાખો રૂપિયાની લાંચ લેનાર પીઆઈ ગોહિલ સસ્પેન્ડ થયા બાદ લાપતા છે. રાઇટર કોન્સ્ટેબલ મહિપતસિંહની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.

Trending :

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++