તમિલનાડુના કલ્લાકુરિચીમાં ઝેરી દારૂ પીવાથી 29 લોકોનાં મોત, 60 લોકો હોસ્પિટલમાં દાખલ

10:21 AM Jun 20, 2024 | gujaratpost

ચેન્નાઇઃ તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 29 લોકોનાં મોત થયા છે અને 60 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કલ્લાકુરિચી જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંતે આ વાતની પુષ્ટિ કરી છે. હજુ મૃત્યુઆંક વધી શકે છે. કલ્લાકુરિચીના જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંતે જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોને મળ્યાં હતા.

આ કેસમાં 49 વર્ષીય (ગેરકાયદે દારૂ વેચનાર) કે. કન્નુકુટ્ટીની ધરપકડ કરવામાં આવી છે, તેની પાસેથી જપ્ત કરાયેલા આશરે 200 લિટર ગેરકાયદેસર દારૂના પરીક્ષણમાં જાણવા મળ્યું કે તેમાં જીવલેણ મિથેન છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મૃત્યું પર શોક વ્યક્ત કર્યો છે અને જવાબદારો સામે કાર્યવાહીના આદેશ આપ્યાં છે.

સ્ટાલિને X પરની પોસ્ટમાં જણાવ્યું કે, કલ્લાકુરિચીમાં ભેળસેળવાળો દારૂ પીનારા લોકોના મોતના સમાચાર સાંભળીને હું આઘાતમાં અને દુઃખી છું. આ કેસમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેને રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Trending :

જો જનતા આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકો વિશે માહિતી આપશે તો તાત્કાલિક પગલાં લેવામાં આવશે.તમિલનાડુ રાજ ભવને રાજ્યપાલ વતી એક પોસ્ટ શેર કરી અને કહ્યું,અમને એ જાણીને ખૂબ દુખ થયું છે કે કલ્લાકુરિચીમાં ઝેરી દારૂ પીવાથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યાં છે. અન્ય ઘણા લોકોની હાલત ગંભીર છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હ્રદયપૂર્વકની સંવેદના અને હોસ્પિટલમાં દાખલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છાઓ પાઠવું છું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526