+

તરલ ભટ્ટની પેન ડ્રાઈવ, લેપટોપ, મોબાઈલ ખોલી શકે છે અનેક રહસ્યો, અમદાવાદના ઘર પર પોલીસે લગાવી નોટિસ- Gujarat Post

અમદાવાદઃ તોડકાંડમાં સસ્પેન્ડ કરાયેલા પીઆઈ તરલ ભટ્ટની એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. દરમિયાન તેમની પાસે રહેલી બે પેન ડ્રાઇવ, લેપટોપ અને મોબાઇલને લઇ રહસ્ય છે. જેની તપાસ કરવામાં આવે તો અનેક ઘટસ્

અમદાવાદઃ તોડકાંડમાં સસ્પેન્ડ કરાયેલા પીઆઈ તરલ ભટ્ટની એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. દરમિયાન તેમની પાસે રહેલી બે પેન ડ્રાઇવ, લેપટોપ અને મોબાઇલને લઇ રહસ્ય છે. જેની તપાસ કરવામાં આવે તો અનેક ઘટસ્ફોટ થઈ શકે છે. કેસ નોંધાયા બાદ તરલ ભટ્ટ ફરાર થયા ત્યારે સીમકાર્ડ વગરના નવા મોબાઈલ ફોન અંગે પણ રહસ્ય યથાવત છે.

તરલ ભટ્ટ વોટ્સએપ કોલ અને વર્ચ્યુઅલ નંબરથી સંપર્કમાં રહીને મોબાઇલ ફોનમાં ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટની માહિતીનો ડેટા સંગ્રહ કરતા હતા, તેવું એટીએસે કોર્ટને જણાવ્યું છે. આ સંજોગોમાં સાયબર ક્રાઈમ એક્સપર્ટ રહી ચુકેલા આરોપી તરલ ભટ્ટના ડિજિટલ ડોક્યુમેંટ તપાસમાં પોલીસ માટે પડકારરૂપ બની રહેશે.

ક્રિકેટ સટ્ટા અને ઈ ગેમિંગમાં થયેલા આર્થિક વ્યવહારોને લઈને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરીને અનફ્રીઝ કરવાના બદલામાં લાખો રૂપિયાનો તોડ કરવાના કેસમાં સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટના કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. શનિવારે રિમાન્ડ પર સોંપાયેલા તરલ ભટ્ટને જૂનાગઢથી અમદાવાદ લાવી તપાસ કરવામાં આવી રહી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Trending :
facebook twitter